નવસારીના જવાનો માટે દેશ જ પરિવાર, દેશની સલામતી જ સાચી દિવાળીઃ પરિવાર કહે છે- અમારા દીકરા પછી પહેલા ભારતમાતાના સંતાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-14 13:10:48
  • Views : 569
  • Modified Date : 2020-11-14 13:10:48

           આપણે હર્ષોલ્લાસથી દિવાળીની રંગેચંગે ઉજવણી કરી રહ્યાં છીએ, પણ આપણા દેશના વીર જવાનો તહેવારના દિવસોમાં પણ પોતાના પરિજનોથી દૂર રહીને પરિવાર કરતા પહેલા દેશને મહત્વ આપીને પોતાની દેશ પ્રત્યેની ફરજ અદા કરી રહ્યાં છે. આર્મીના જવાનો હોળી હોય કે પછી દિવાળી તેમના માટે કોઇ તહેવાર દેશ કરતા મહત્વનો નથી. દેશના જવાનોને બિરદાવવાની સાથે તેમના પરિવારને પણ બિરદાવાની જરૂર છે. કેમકે જવાનોની એવી કેટલીય દિવાળી હશે જે તેમના બાળકો, પત્ની અને માતા-પિતા વગર વિતાવી હશે. નવસારીના વીર જવાનો પણ દિપાવલીના દિવસે ફરજ નિભાવી રહ્યાં છે. રાષ્ટ્ર સેવા બજાવનાર જવાનોનો પરિવાર કહે છે, અમારા દીકરા પછી પહેલા ભારતમાતાના સંતાન. આ જવાનો તહેવારોમાં ઘરે ઉજવણી કરવાના બદલે દેશની રક્ષા કરી રહ્યા છે. આવા જ નિડર, સાહસી અને દેશની સુરક્ષા માટે કંઇપણ કરનાર જવાનોને શત શત નમન છે.ભારતીય ભૂમિ દળમાં હવાલદાર ક્રિષ્ના અમૃતભાઇ મિસ્ત્રી છેલ્લા 18 વર્ષથી ભારતના અલગ-અલગ રાજ્યોમાં સેવા આપી ચુક્યા છે. હાલમાં તેઓ છેલ્લા 4 વર્ષથી વેપન ટ્રેનિંગ ઇન્સટ્રક્ટર તરીકે મધ્યપ્રદેશના મહાર રેજીમેન્ટમાં જવાનાને ટ્રેઇન કરવાની કામગીરી કરે છે.ખૂબ જ સામાન્ય પરિવારમાંથી પોતાના આપમેળે આગળ આવી સાહસિકતા તથા શિસ્તબદ્ધ જીવન જીવી રહ્યાં છે. નવસારીનો યુવાન સૈનિક અન્ય સૈનિકોને હથિયારી ટ્રેનિંગ આપે છે. તે ખરેખર આપણા માટે ગૌરવની બાબત છેપ્રદ્યુમનસિંહ રાજપૂત નવસારીના વિજલપોરમાં ધીરૂદાજીની વાડીમાં રહે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી સેનામાં સેના પોલીસ તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. હાલમાં તેઓ ઉત્તરપ્રદેશના બરેલીમાં કાર્યરત છે, આ પહેલા તેઓ બેંગ્લોરમાં ફરજ પર હતા. તેઓ દિવાળી બાદ નવેમ્બરના અંતમાં રજામાં ઘરે પરત આવવાના છે. તેમનુ માનવું છે કે, જીવનમાં શિસ્ત આવવાથી નૈતિક હિંમત ખૂબ જ વધી જાય છે અને ગમે તેવા પડકાર ઝીલવા સક્ષમ બની જવાય છે..રમેશભાઇ બાપુભાઇ બેસાણે વિજલપોરમાં રહે છે. તેઓ બોર્ડર સિક્યોરીટી ફોર્સ એટલે કે બીએસએફમાં હાલ ફરજ બજાવી રહ્યાં છે. રમેશભાઇ વર્ષ 1999માં સૈન્યમાં ભરતી થયા હતા. તેમણે ટ્રેનિંગ મધ્યપ્રદેશમાં લીધી અને હાલમાં 172-બટાલિયનમાં કાશ્મીરના કૂપવાડા ખાતે ફરજ બજાવી રહ્યાં છે. તેઓને ભારતમાં નાગાલેન્ડ, રાજસ્થાન બોર્ડર, શિલોંગ, ભૂજ બોર્ડર પર પ્રસંશનિય સેવા આપી છે.નવસારીના ઘેલખડી વિસ્તારના રામનગર-1માં રહેતા રવિસિંહ રાજપૂત છેલ્લા એક વર્ષથી આર્મીમાં કાર્યરત છે. ગ્રેજ્યુએટ થઇને ભારતીય સૈન્યમાં જોડાયા હતા. આ બાદ તેમને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં તેઓ પેરાશ્યુટ રેજિમેન્ટ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યાં છે. ગત માર્ચ મહિનામાં ટ્રેનિંગ માટે ગયેલા રવિસિંહ આવતા વર્ષે માર્ચમાં ઘરે રજામાં પરત આવશે. દિપાવલીએ માતાપિતાને બેંગ્લોરથી જ વંદન કરી સાથી કર્મચારીઓ સાથે દિપાવલી અને નૂતન વર્ષ મનાવશે.

Download Our B K News Today App



Related News