સલમાન ખાન ધમકી મળ્યા બાદ પણ ટેન્શન ફ્રી થઈને શૂટિંગ કરે છે, પિતાએ કહ્યું- આવી ધમકીઓની તો આદત છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 14:37:45
  • Views : 297
  • Modified Date : 2022-06-14 14:37:45

 

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં ધમકીભર્યા પત્રને કારણે ચર્ચામાં છે. લોરેન્સ ગેંગે સલમાન તથા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સલીમ, સલમાન ખાન તમારી હાલત મૂસેવાલા જેવી થશે. આ પત્ર બાદથી તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન પર આ ધમકીની કોઈ અસર થઈ નથી.

સેટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા
ધમકીથી ડર્યા વગર સલમાન ખાન હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ 'ભાઈજાન'નું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન શાંતિથી તથા ટેન્શન વગર કામ કરી રહ્યો છે. આ ધમકીની તેની પર કોઈ અસર થઈ નથી. હાલમાં જ તે હોટલમાં બુફેની મજા માણતો જોવા મળ્યો હતો. ફિલ્મના સેટ પર સલમાનની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે સલમાનને સલાહ આપી છે કે તે પોતાની પબ્લિક મૂવમેન્ટ તથા એક્ટિવિટીને સિક્રેટ રાખે.

'વિક્રમ'ની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી

 

ધમકીઓની આદત છેઃ સલીમ ખાન
ધમકીભર્યા પત્ર અંગે દિવ્ય ભાસ્કરે સલીમ ખાન સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'તમે જે સાંભળ્યું તે જ વાત મેં પણ સાંભળી છે. ધમકીભર્યો પત્ર અને સુરક્ષા સંબંધિત તમામ રિપોર્ટ મને ટીવીમાંથી મળ્યા છે. પોલીસને જવાબદારી આપવામાં આવી છે. અમને આવી ચેતવણીઓ તથા ધમકીની આદત છે. જીવનમાં આ પ્રકારની બાબતો ભોગવવી પડે છે. બાકી કોઈ ચિંતા નથી

ઝાલોરથી ત્રણ લોકો મુંબઈ આવ્યા હતા
ન્યૂઝ એજન્સી 'ANI'ના અહેવાલ પ્રમાણે, મુંબઈ પોલીસે કહ્યું હતું કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે જ સલમાન તથા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર લખ્યો હતો. લોરેન્સની ગેંગના ત્રણ લોકો રાજસ્થાનના ઝાલોરથી મુંબઈ પત્ર આપવા આવ્યા હતા. ચિઠ્ઠી મૂક્યા બાદ આ ત્રણેયે આરોપી સૌરભ મહાકાલને પણ મળ્યા હતા. પોલીસના મતે, સૌરભે એમ પણ કહ્યું હતું કે ગોલ્ડી બરારના માધ્યમથી જ સલીમ ખાન સુધી પત્ર પહોંચાડવામાં આવ્યો હતો. વધુમાં ક્રાઇમ બ્રાંચે પત્ર મૂકનાર લોકોની ઓળખ કરી લીધી છે અને તે સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા છે. ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે. આ ઘટસ્ફોટ થયા બાદ પોલીસની છ અલગ અલગ ટીમ દેશના વિવિધ રાજ્યોમાં ગઈ છે.

શું હતું ધમકીભર્યા પત્રમાં?
રવિવાર, પાંચ જૂનના રોજ સવારે સલમાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. વૉક બાદ સલીમ ખાન જે જગ્યા પર બેસે છે, ત્યાંથી ગાર્ડને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું, 'સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.' પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામેલ હોવાની વાત સામે આવી છે. કાળિયાર હરણ કેસ બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

Download Our B K News Today App



Related News