મહાપાલિકાના બગીચાઓમાં સીટી એન્જિનિયર ભરત પંડ્યા એન્ડ કૌભાંડ કંપનીએ ઘોર ખોદી દિવાલની પીસીસીમાં માત્ર સળિયા ગોઠવી કરાતુ કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 11:49:30
  • Views : 292
  • Modified Date : 2021-04-30 11:49:30

મહાપાલિકામાં કૌભાંડ શબ્દ સામાન્ય બની ગયો હોય તેવંુ જાેવા મળી રહ્યંુ છે. તેની સાથે જ કામગીરીનંુ નિરીક્ષણ કરતા અધિકારીઓના આંખે ગાંધારી પાટા લાગી ગયા હોય તેવંુ પણ ફલિત થઇ રહ્યુ છે. હાલમાં શહેરમાં દેવર્શ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ સાત બગીચાના રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દિવાલમાં પીસીસી કરતા માત્ર સળિયા ગોઠવીને કૌભાંડ કરાઇ રહ્યંુ છે. છતા સીટી એન્જિનિયરની કૌભાંડ કંપનીને આ દેખાતું નથી.
શહેરના સેક્ટર ૨૯ શોપિંગ સેન્ટર પાસે આવેલા બગીચાને નવો બનાવાઇ રહ્યો છે. દેવર્શ કંપની દ્વારા કામગીરી કરાઇ રહી છે. જેમાં હાલમાં બગીચાની કંપાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તે કામ દિવાલ ઉપર પીસીસી કરવા સુધી આવી ગયું છે. જેમાં માત્ર થોડુક જ કામ બાકી છે. ત્યારે આ કામગીરીમાં કૌભાંડ ચાડી ખાઇ રહ્યંુ છે. બગીચાના નિયમ પ્રમાણે પીસીસીમાં ૧૦ એમએમના સળિયા અને ૮ એમએમના સળિયાની રીંગ હોવી જરૂરી છે. પરંતુ અહિંયા તો રીંગ વિના જ માત્ર બે આડા સળિયા નાંખીને તેમાં સિમેન્ટ કોક્રિટનો માલ ભરીને કૌભાંડને દબાવી દેવામાં આવી રહ્યું છે.
એક જ નિયમના આધારે તમામ બગીચાની કામગીરી કરવામાં આવી રહી છે. છતા નિયમ એક પરંતુ માલ અને મટીરીયલ ઓછુ નાંખવામાં આવી કૌભાંડ કરાઇ રહ્યું છે. ત્યારે મહાપાલિકાના સીટી એન્જિનિયર ભરત પંડ્યા, રતાણી અને સુપરવિઝન કરતા કર્મચારીઓ શું કરી રહ્યા છે. સામાન્ય જનતાની આંખોમાં ભ્રષ્ટ્રાચાર જાેવા મળી રહ્યો છે. પરંતુ કામગીરી માટે રાખવામાં આવેલા ભ્રષ્ટ અધિકારીઓની આંખે આ નજરે પડતું નથી. આ બાબતે સીટી એન્જિનિયર ભરત પંડ્યાને ફોન કરી જાણવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો.

શા માટે દેવર્શ કન્સ્ટ્રક્શનને જ ટેન્ડર મળે છે ?
શહેરમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયામાં દેવર્શ કંપનીને જ ટેન્ડર મળે છે. સેક્ટર ૨૯ બગીચા સહિત અન્ય સેક્ટરના બગીચાઓની કામગીરી પણ દેવર્શ દ્વારા કરાઇ છે. ત્યારે શહેરીજનોને એક જ સવાલ થઇ રહ્યો છે શા માટે દેવર્શ કંપનીને જ ટેન્ડર મળે છે ? પાછલા બારણે કોઇ હોદ્દેદાર મદદ કરી રહ્યો છેકે, કોઇ નેતાની ભાગીદારી છે ? તે સવાલ મોટો ઉપસ્થિત થઇ રહ્યો છે.

થોડા સમય પહેલા સેક્ટર ૧૨ બગીચાનંુ કામ અટકાવી દીધુ હતું
દેવર્શ કંન્સ્ટ્રક્સન દ્વારા સેક્ટર ૧૨મા પણ બગીચાનંુ કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ બગીચામાં મટીરીયલ હલકી ગુણવત્તાનંુ અને ઓછુ વાપરવામાં આવતંુ હતંુ. આ બાબત કમિશ્નરના ધ્યાને આવતા કામને અટકાવી દીધુ હતંુ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્યા પીસીસી દરમિયાન સળિયા અને તેના ઉપર ૮ એમએમના સળિયાની રીંગ લગાવ્યા વિના કામ કરાયુ હતંુ.

આશરે ૭ કરોડના ખર્ચે દેવર્શ હાલમાં શહેરમાં ૭ બગીચા બનાવી રહી છે
મહાપાલિકા દ્વારા બગીચા માટે ૭ કરોડનંુ ટેન્ડર બહાર
પાડવામાં આવ્યંુ હતંુ. જેને લઇને દેવર્શ કન્સ્ટ્રકશન  કંપનીને ટેન્ડર મળતા હાલમાં શહેરમાં સાત બગીચાની કામગીરી કરાઇ રહી છે. જેમાં સેક્ટર ૧૨, પ, ૨૬, ૨૯, ૧૬ અને અન્ય એક સેક્ટરમાં કામ ચાલુ છે. તમામ કામગીરીમાં ગફલા કરાઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News