જુનાડીસા પાસે નાખવામાં આવી રહેલો ડમ્પિંગ સાઇટ પરનો કચરો સળગાવાતા લોકો ત્રાહીમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 11:12:44
  • Views : 276
  • Modified Date : 2020-12-17 11:12:44

શહેરોમાંની ગંદકી હવે ગ્રામીણ વિસ્તારો માટે પરેશાની બની રહી છે. બનાસકાંઠાના આર્થિક પાટનગર એવા ડીસા શહેરની દરરોજ હજારો ટન ગંદકી અને તેનો કચરો જુનાડીસા ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જુનાડીસા એ વસ્તીની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું ગામ છે. ડીસા નગરપાલિકા દ્વારા કચરા માટેની ડમ્પિંગ સાઇટ ગામની સીમમાં જ બનાવવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ બન્યા છે.
ડીસા નગરપાલિકા દ્વારા જુનાડીસામાં આવેલી ડમ્પિંગ સાઈટ પર કચરાને સળગાવવામાં પણ આવે છે. જેના કારણે ઉત્પન્ન થતાં તીવ્ર દુર્ગંધવાળા ધુમાડાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના અનેક લોકો ગંદકીના ધુમાડાના કારણે શ્વાસની બીમારીથી પીડાતા થયા છે. સાંજના સમયે ધુમાડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાહન વ્યવહાર પણ મુશ્કેલ બને છે. જેના કારણે પાટણ થી ડીસા તરફ આવતા માર્ગ પર અકસ્માતો પણ થાય છે. સ્થાનિક લોકોની મુશ્કેલી મામલે લોકોએ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાં ડીસા નગર પાલિકાનું તંત્ર આ મામલે કોઈ ગંભીરતા દાખવતું નથી.ડીસા નગરપાલિકા દ્વારા થોડા વર્ષો અગાઉ જ સરકારદ્વારા જુનાડીસા ગામની સીમમાં પડતર જમીન ફાળવવામાં આવતા ત્યાં ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવી હતી. જ્યારે ડમ્પીંગ સાઈટ બનાવી હતી ત્યારે તેમાં કચરો રિસફલિંગ કરવા માટેના સાધનો પણ મુકાયા હતા. પરંતુ આજદિન સુધી ત્યાં કચરાનું રીશફલીંગ થયું નથી. કચરાના ગંદકી મામલે યોગ્ય પગલા લેવા માટે નગરપાલિકા વારંવાર બાહેંધરી આપે છે. પરંતુ આ મામલે કોઈ નક્કર પગલા ભરાતા નથી અને તેના કારણે જુનાડીસા ગામવાસીઓ આજે પણ ગંદા કચરાની તીવ્ર દુર્ગંધ વચ્ચે જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

Download Our B K News Today App



Related News