ચિલોડા સર્કલે ફળ, શાકભાજીના વેચાણ માટે ખાસ વ્યવસ્થા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:53:49
  • Views : 678
  • Modified Date : 2020-05-19 13:53:49

ચિલોડા સર્કલે ફળ, શાકભાજીના વેચાણ માટે ખાસ વ્યવસ્થા

બે લારીઓ વચ્ચે છ ફૂટનું અંતર ઃ એક લારી પર માત્ર ત્રણ ગ્રાહક ખરીદી કરી શકશે ગાંધીનગર તાલુકાના ચિલોડા સર્કલ પાસે ઉભા રહેતા ફળફળાદીની લારીવાળાઓમાં એક લારીથી બીજી લારી વચ્ચે છ ફૂટનું અંતર રાખીની ઉભી રાખવામાં આવશે. ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ જણાવ્યું છે કે, અડાલજ ખાતે મિઝોરમ થીમ પર શાકમાર્કેટ ઉભું કરાયું છે. ત્યારબાદ ચિલોડા સર્કલ ખાતે ફળફળાદી અને શાકભાજીની લારીઓને સુવ્યવસ્થિત આયોજન કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ઉભી રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ચિલોડાથી સાદરા જવાના માર્ગ પર ૩૦ જેટલી ફળફળાદી – શાકભાજીની લારી ઉભી રહી શકે તે રીતે બોકસ બનાવી આપવામાં આવ્યા છે, જેમાં લારી ઉભી રહેશે. એક લારીથી બીજી લારી વચ્ચે છ ફૂટનું અંતર માપીને રાખવામાં આવ્યું છે. તેમજ એક લારી પર ત્રણ બાજુથી ગ્રાહક આવીને પોતાની મનપસંદ શાકભાજી કે ફળ ખરીદી શકે તે માટે નાના ચોક્ઠા બનાવવામાં આવ્યા છે. આ ચોકઠામાં ઉભા રહી ગ્રાહક સરળતાથી પોતાની ખરીદી કરી શકશે. આથી એક લારી પર ત્રણથી વધુ ગ્રાહકો ઉભા રહી શકશે નહિ. તેમજ તે તમામ વચ્ચે એક સોશિયલ ડિસ્ન્સીંગ ઉભું થશે. તેમજ આ તમામ લારી પર વેપાર કરતા લોકોને સેનીટાઇઝર વાપરવાનું અને માસ્ક ફરિજીયાત પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામના હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. 


Download Our B K News Today App



Related News