પાલનપુરની શ્રીરામ ગોવિંદા શાળાની બેદરકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-29 11:40:08
  • Views : 1319
  • Modified Date : 2020-05-29 11:40:08

સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી કોરોના વાયરસના સંક્રમણમાં વધારો ન થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા શહેરમાં આંશિક છૂટ આપતા લોકડાઉન વચ્ચે
પાલનપુર શહેરના શ્રીરામ ગોવિંદા શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારી વચ્ચે અને સરકાર દ્વારા પરવાનગી
આપવામાં ન આવતી  હોવા છતાં પણ પાલનપુર શહેરમાં આવેલ શ્રીરામ ગોવિંદા શાળાના સંચાલકો દ્વારા લોકડાઉનના સમયમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળામાં ઇન્ટરવ્યૂ માટે બોલાવતા તર્ક-વિતર્ક
પાલનપુર શહેરમાં ઊભા થયા છે. ત્યારે સમગ્ર દેશને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ કાર્યમાં રોક લગાવવામાં આવી છે. ત્યારે શ્રીરામ ગોવિંદા શાળાના સંચાલકો દ્વારા સરકારના નિયમોની વિરુદ્ધ જઈને શાળામાં ઇન્ટરવ્યૂ લેતા સંચાલકોની બેદરકારીને સામે આવી છે. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે તેમાં નાના બાળકો અને ઉંમર લાયક વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવા માટે જાહેરમાં અપીલ કરવામાં આવી છે. ત્યારે શાળાના સંચાલકો શિક્ષિત હોવા છતાં પણ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળામાં બોલાવીને ઇન્ટરવ્યૂ લેતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવું ખુલ્લેઆમ નજરે જોવા મળી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે બાળકો અથવા વાલીઓને કોઈપણ પ્રકારના સ્વાસ્થને લગતું નુકસાન થશે તો જવાબદારી કોની ?   જ્યારે મીડિયા સમક્ષ શાળાના સંચાલકો એવું કહેવા લાગ્યા કે સ્થાનિક તંત્ર મારું કંઈ
પણ વખૂડી શકે તેમ નથી, તેમજ શાળાના ચેરમેન રોફ જમાવી રહ્યા હતા. ત્યારે જોવાનું રહ્યુ કે વહીવટીતંત્ર દ્વારા આવા શાળાના સંચાલકો સામે કેવા પ્રકારના પગલાં લેશે એ તો આવનારો સમય જ બતાવશે.

Download Our B K News Today App



Related News