થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં લાખોનું કૌભાંડ સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 11:45:10
  • Views : 446
  • Modified Date : 2021-02-12 11:45:10

થરાદ તાલુકાના નાનોલ ગામનો થોડા સમય પહેલા
સસ્પેન્ડ થયેલ શિક્ષકનું ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. આ શિક્ષક સને ૨૦૧૭ માં નાનોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો હતો. તે સમયે ખોટા નામ ધારણ કરી ત્રણ લાખ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાની શિક્ષણ વિભાગને નાનોલ ગામના એક નાગરિક દ્વારા લેખિત રજુઆત આપવામાં આવતાં  થરાદ
પંથકમાં ચકચાર મચી જવા
પામી છે.
આ અંગેની વિગત એવી છે કે અરજદારે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જાેગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની માંગેલી માહિતીના આધારે ૨૦૧૭ ના વર્ષમાં શાળાના બેન્ક એકાઉન્ટમાં જમા રહેલી રકમમાંથી સરકાર તરફથી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ હેઠળ જમા થતી ગ્રાન્ટમાંથી આચાર્ય ચીરાગભાઈ એમ. પટેલે ત્રણ ચેકથી કુલ રકમ
રૂ .૩,૨૭,૦૦૦ (રૂપિયા ત્રણ લાખ સત્તાવીસ હજાર
પુરા) રોકડમાં ઉપાડી હતી.
પરંતુ વિઘાર્થીઓના ખોટા દસ્તાવેજાે, વાલીઓની ખોટી સહીઓ તેમજ અંગુઠાઓના નિશાન દ્વારા ઉચાપત કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓના પોસ્ટ
એકાઉન્ટ હોવા છતાં પણ તેઓના ખાતામાં કોઈ રકમ જમા કરાવવાને બદલે રોકડમાં આપેલ હોવાનું રેકર્ડ ઉભું કરી અસ્વચ્છ વ્યવસાયના ૩૫ વિદ્યાર્થીઓની રૂ.૨,૧૫૦ લેખે શિષ્યવૃત્તિ સહાયની કુલ રકમ રૂ.૭૭,૧૦૦ ના અનુસુચિત જાતિ ચુકવણી
પત્રક બનાવી
પોસ્ટ ઓફિસમાં જમા કરાવાઇ હતી. ફરીવાર ઉપરોક્ત નામવાળાં બાળકોની શિષ્યવૃત્તિ વહેંચણી પત્રક બનાવી તેમાં
રૂ .૩,૭૦૦ ઉધારી કુલ ૫૫ની રૂ .૧,૯૯,૮૦૦ ની રોકડ રકમની ખોયે દસ્તાવેજાે ઉભા કરી, વાલીઓની ખોટી સહીઓ સાથે રેકર્ડ તૈયાર કરવામાં આવેલો છે.  આમ એક જ વર્ષમાં એકના એક વિદ્યાર્થીની રકમ પોસ્ટમાં જમા કરાવવામાં આવે છે. અને બીજી બાજુ છતે ખાતે ખોટું રેકર્ડ ઉભું કરી સરકાર સાથે છેતરપિંડી કરી ઉચાપત કરવામાં આવી હતી. પિજ રીતે બક્ષીપંચના કુલ ૨૪૫ હાજર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહાયની કુલ રકમ રૂ.૨,૧૧,૫૫૦ ના પત્રક બનાવી કોઈપણ વિદ્યાર્થીઓને રોકડમાં વિદ્યા ચુકવવાને બદલે પોસ્ટ ઓફિસ ખાતે મળી જમાં કરાવી હતી. પરંતુ ૨૦૧૭ ના સમયવર્ષનું બક્ષીપંચ જાતિના બાળકોની કરાઈ હતી.  શિષ્યવૃત્તિ વહેંચણીનું પત્રક કુલ ૧૬૪ શાળામાં વિદ્યાલક્ષી વિદ્યાર્થીઓને અલગ - અલગ રકમ મળી કુલ રૂા.  ૧,૨૭,૦૦૦ ની રોકડ મળતાં રકમની ખોટા રેકર્ડ તૈયાર કરી ઉચાપત કરાઈ હતી. આ તમામ કરતૂતોના
પુરાવા સાથે
અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી છે ત્યારે જાેવાનું એ રહ્યું છે કે તંત્ર આ કૌભાંડી શિક્ષક સામે પગલાં ભરે છે કે કેમ ?

Download Our B K News Today App



Related News