દેવપુરા ગામની પ્રાથમિક શાળા જર્જરિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 12:17:33
  • Views : 521
  • Modified Date : 2019-07-27 12:17:33

 વાવના  દેવપુરા ગામની પ્રાથમિક શાળામાં ૧ થી ૬ ધોરણ છે જેમાં ૬૮ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોના ભાવિ વિશે વાત કરીએ તો છેલ્લાં ત્રણ વર્ષથી વય નિવૃત્તિના આરે આવેલા ૫૬ વર્ષીય ચંદુભાઈ પ્રજાપતિ નામનો એકજ શિક્ષક દ્વારા બાળકોને અપાઈ રહ્યુ છે. શિક્ષણ એટલું જ નહિ વર્ષ ૨૦૧૭ માં આવેલા વિનાશક
પુર સમયે શાળાના બે ઓરડા ડેમેજ થયા હોવા છતાં આજ દિન સુધી નવા રૂમો બનાવવા શિક્ષણ વિભાગ નિષફળ નિવડતાં બાળકોને ચોમાસાની ઋતુમાં  લીમડાના ઝાડ નીચે બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. શિક્ષકોની ઘટ્ટ હોવાથી ફરજ પરના હાજર શિક્ષકને શિક્ષણને લગતી મિટીંગ હોય અથવા તો કોઈ કારણોસર ક્યાંક જવાનું થાય ત્યારે શાળને ખંભાતી તાળા મારવા પડે છે  અને જાહેર રજા રાખવી પડે છે. આ બાબતે શિક્ષણ વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈએ આજદિન સુધી ધ્યાન
પર લીધું નથી આથી શિક્ષકોના અભાવે અમારા ગામના ૩૫ જેટલા બાળકોને થરાદમાં આવેલી ખાનગી શાળાઓમાં ફીની રકમ ભરી અભ્યાસ અર્થે મોકલવા પડે છે. હાલમાં જ
દેવપુરા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે મધ્યમ અને ગરીબ પરિવારના છે તો શું આ બાળકોનું ભાવિ છે એમના માતા પિતાનું પોતાના બાળક માટે સપનું હોય છે એ આવા ભણતર વચ્ચે સપનું સાકાર કરી શકશે એ એક સવાલ સામે આવ્યો છે.ગુજરાત સરકાર શિક્ષણના નામે મોટી મોટી વાતો કરી રહી છે સૌ ભણે સૌ આગળ વધે -દીકરીને દહેજ નહિ પણ શિક્ષણ આપો જેવા સુત્રો લખવામાં આવ્યા છે. શિક્ષણના નામે કરોડોના તાયફા કરવામાં આવી રહ્યા છે છતાં આ દેવપુરા પ્રાથમિક શાળાના બાળકોનું જીવનનું ભણતર એટલે કે શિક્ષણ અંધકારમ્ય બની ગયું છે. શાળાના કલાસરૂમ જર્જરિત હોવાથી બાળકોના જીવનું જોખમ નીવડે તેવું સ્પષ્ટ પણે સામે દેખાઈ આવે છે. એસ.એમ.સી.અધ્યક્ષ કેશરાભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોએ આ બાબતે તાલુકા શિક્ષણા અધિકારીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરવા છતાં અમારા ગામની પ્રાથમિક શાળાનો કોઈપણ જાતનો પ્રશ્ન હલ થવા પામ્યો નથી. રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી સમયે આવી મતો મેળવવા ખોટા વચનો આપી રફુચક્કર થાય છે સતા મેળવ્યા બાદ મોઢું દેખાડતા નથી. આથી દિન બે માં જો વધુ શિક્ષક નહિ આપવામાં આવે તો પ્રાંત કચેરી ખાતે શાળાના તમામ બાળકો અને વાલીઓ ઘરણા ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

Download Our B K News Today App



Related News