દર વર્ષે વાવેતરમાં વધારો ભીલડી પંથકમાં શક્કરટેટીનું વાવેતર શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-06 11:22:58
  • Views : 308
  • Modified Date : 2021-03-06 11:22:58

ડીસા તાલુકામાં ખેડૂતો ચીલા ચાલુ ખેતી ના બદલે આધુનિક અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. જેને લઇ મબલખ કમાણી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી શક્કરટેટીના પાકના સારા ભાવ મળી રહેતા દર વર્ષે વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકાના વડાવલ ગોગાઢાણી કુપટ માલગઢ દામા રામપુરા કંસારી ભડથ રાણપુર સહિત ભીલડી પથંકમાં પણ અનેક ગામોના ખેડૂતોએ શકરટેટીનું વાવેતર કરી રહ્યા છે. શક્કરટેટીનો પાક ઓછા સમયમાં વધુ કમાણી કરી
આપે છેે. બટાકા લીધા બાદ ખેડૂતો દ્વારા શક્કરટેટી અને તરબૂચના વાવેતરની તૈયારી કરી દેતા હોય છે. ગરમીની શરૂઆત થતાં જ વાવેતર શરૂ કરી દેવામાં આવતું હોય છે. જેને લઇ ડીસા પંથકના ખેતરોમાં શક્કરટેટીનું વાવેતર થતું જાેવા મળી રહ્યું છે. આધુનિક સાધનો વડે કરાતું વાવેતર અને ડ્રીપ ઈરીગેશન
પદ્ધતિથીથી કરાતું પિયતને લઇ ટૂંક સમયમાં બજારમાં પણ શક્કરટેટી વેચાતી જાેવા મળી શકશે. ડીસા તાલુકામાં
શકરટેટીનો પાક ખેડૂતોને સારી એવી કમાણી કરી આપી રહ્યો છે. જેને લીધે આ વર્ષે શક્કરટેટીનું વાવેતર પણ વધી રહ્યું છે ડીસામાં વાવેતર થતી શક્કરટેટી અન્ય રાજ્યોમાં પણ ખૂબ સારી માંગ હોવાથી ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે. ઉપરાંત શક્કરટેટી ડ્રિપ ઇરીગેશનની પદ્ધતિ દ્વારા પાણી અપાતું હોવાથી ઉનાળા દરમિયાન પાણીની પણ બચત થતી હોવાથી ખેડૂતો
શકરટેટીના વાવેતર તરફ વળ્યા છે.

Download Our B K News Today App



Related News