ડીસામાં બટાટાના વાવેતર પૂર્ણ થતાની સાથે જ ખેડૂતોએ શક્કર ટેટીના વાવેતરના શ્રી ગણેશ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:26:16
  • Views : 258
  • Modified Date : 2021-03-09 10:26:16

બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટા બાદ શક્કર ટેટીની ખેતીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં શક્કર ટેટીનું વાવેતર કર્યું છે. ખેડૂતો શક્કર ટેટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને માત્ર લોલીપોપ જણાવી રહ્યા છે.  
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક માનવામાં આવતા બટાટામાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અને તેનાથી વ્યાકુળ બનેલા ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કર ટેટીની ખેતી તરફ ઝુકાવ્યું છે. અને શક્કર ટેટીની સફળ ખેતી પણ કરી રહ્યા છે.  જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં શક્કર ટેટીનું વાવેતર પાંચ ગણું વધી ગયું છે. સ્થાનિક ખેડૂતોનું માનીએ તો શક્કર ટેટીનો પાક ખેડૂતોને સારું એવું વળતર આપતો હોવાના લીધે  ખેડૂતોનો ઝોક હવે શક્કર ટેટીની ખેતી તરફ વધી રહ્યો છે. શક્કર ટેટીની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે નવી ખેતી છે. પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ શક્કર ટેટીની ખેતી કરવાની ઢબને અપનાવી દીધી છે.  ટેટીની ખેતી કરતાં પહેલા જમીનને સમતલ કરવામાં આવે છે ત્યારબાદ મલચીંગ એટલે કે જ્યાં શક્કર ટેટીના છોડનું વાવેતર કરવામાં આવે છે તે જગ્યાને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે. અને ત્યારબાદ લગભગ પચાસ દિવસ પછી શક્કર ટેટીની આવક શરૂ થઈ જાય છે.

Download Our B K News Today App



Related News