પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો ગૌશાળામાં શાકભાજી નાંખવા મજબૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:57:07
  • Views : 332
  • Modified Date : 2020-12-24 11:57:07

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ સારી આવકની આશાએ મોટા પ્રમાણમાં શિયાળુ શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ બજારમાં શાકભાજીની આવકમાં વધારો થતાં હાલમાં  શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે હાલ ખેડૂતોએ પોતાના
પાક ગૌશાળામાં આપવાની ફરજ પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ બટાકા લીલી ડુંગળી ફૂલાવર કોબીજ જેવા
પાકોનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે બિયારણના ભાવ ઊંચા હોવા છતાં પણ ખેડૂતોને નફો થશે તેવી આશા હતી. જેના કારણે ખેડૂતોએ ચાર મહિના સુધી
પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરી શાકભાજીનું વાવેતર કર્યું હતું. અત્યારે ખેડૂતો મોટીસંખ્યામાં લીલા શાકભાજી વેચતા નજરે પડી રહ્યા છે. જેના કારણે હાલ શાકભાજીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે વેપારીઓએ પણ હાલમાં શાકભાજી કયા રાખવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે વેપારીઓ હાલ ખેડૂતો પાસેથી શાકભાજી ઓછી ખરીદવાનું શરૂ કર્યું છે. જેથી સતત શાકભાજી વધતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે ડુંગળીના સૌથી ઉંચા ભાવના કારણે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ડુંગળી ચાર મહિના
પહેલા ૨૦  કિલોના ૫૦૦
રૂપિયા ભાવ હતા તે ભાવ ગગડી ૧૦૦ થી ૧૫૦ રૂપિયા જેટલો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડેલ ડુંગળીના
પાકમાં સૌથી વધુ શાકભાજીમાં ડુંગળીની માંગ કરતા હોય છે. જેના કારણે બજારમાં પણ ડુંગળી સૌથી વધુ વેચાતી નજરે પડતી હોય છે. અન્ય શાકભાજીના ભાવ પણ હાલ બજારમાં ગગડી ગયા છે. જેના કારણે તેની સીધી અસર ખેડૂતો પર જાેવા મળી રહી છે. હાલમાં શાકભાજીની માંગ ઓછી હોવાના કારણે હાલ ખેડૂતો માલગઢ ગામ ખાતે આવેલ રાજારામ ગૌશાળામાં રોજના ૫ થી પણ વધુ ટ્રેક્ટર ખેડૂતો લીલા શાકભાજીના લઈને ગાયને ખવડાવવા માટે ફરજ પડી રહી છે.

Download Our B K News Today App



Related News