બનાસકાંઠાના ખેડૂતોએ શાકભાજી અને ચોમાસું વાવેતર કરેલું છે ત્યારે સતત વરસી રહેલા વરસાદથી શાકભાજીમાં ફૂગજન્ય રોગનું આક્રમણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:22:01
  • Views : 334
  • Modified Date : 2020-08-29 11:22:01

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી થઈ રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને
પગલે ખેડૂતોના પાકમાં ફૂગજન્ય રોગ આવી જતા શાકભાજી અને ખેતીમાં વ્યાપક નુકસાનની દહેશત સર્જાઈ છે. જ્યારે શાકભાજીનું ઉત્પાદન ઘટતાં તેના ભાવ ડબલ થઈ ગયા છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી કરી
પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો
પોતાના પાકને લઈ અનેક
આંદોલન કરી રહ્યા છે. ત્યાં ખેડૂતોને પોતાના ખેતી માટે
પાણી ન મળતા નુકસાન વેઠવાનો વારો આવે છે. તો ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોના પાકમાં હાલ ફૂગજન્ય રોગ આવી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સતત મંદીનો માર સહન કરી રહેલા જિલ્લાના ખેડૂતો હાલ ખારા વરસાદના પાણીથી શાકભાજીના પાકોમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. ખેડૂતોના પાકમાં નુકસાન થતાની સાથે જ તેની સીધી અસર બજારોમાં જોવા મળી રહી છે. ખેડૂતોએ
પોતાના ખેતરોમાં સારા ઉત્પાદનની આશાએ ચોમાસુ શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખારા વરસાદના પાણીના કારણે હાલ ખેતરમાં ઊભેલી શાકભાજી બળી જવા પામી છે જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સતત એક પછી એક નુકસાન આવતાની સાથે જ ખેડૂતો હાલ રાતા
પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News