ગાંધીનગરમાં તાજી શાકભાજી આપવા માટે ૧૪૫ શાકભાજીની લારીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 12:19:52
  • Views : 396
  • Modified Date : 2020-03-29 12:19:52

ગાંધીનગર મહાનગર
પાલિકા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન સામાન્ય જીવન ધબકતું રહે તેવા ઉમદા આશયથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં શાકભાજીનું વિતરણ કરવા માટે શાકભાજીની લારીઓ ફરતી કરવામાં આવી છે. મહાનગર
પાલિકાના ૮ વોર્ડમાં ૧૪૫ શાકભાજીની લારીઓ ફરી છે, તેવું ગાંધીનગર મહાનગર
પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.એસ.દવેએ જણાવ્યું છે.
શાકભાજી માટે મહાનગર
પાલિકા વિસ્તારમાં રહેતી ગૃહિણી કે ઘરના કોઇ સભ્યને બહાર ન નીકળવું પડે તે માટે જરૂરી કાર્યવાહી કરીને શાકભાજીની લારીઓ ફરતી કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડ આવેલા છે. જેમાં  વોર્ડ – ૧ માં ૧૬, વોર્ડ- ૨ માં ૧૮, વોર્ડ – ૩ માં ૧૯, વોર્ડ – ૪માં ૧૮, વોર્ડ – ૫ માં ૨૨, વોર્ડ – ૬ માં ૨૧, વોર્ડ – ૭ માં ૧૫ અને વોર્ડ – ૮ માં ૧૬ મળીને કુલ- ૧૪૫ શાકભાજીની લારીઓ ફેરવવામાં આવી હતી. આ લારીવાળા આ વિસ્તારમાં ફર્યા છે કે નહિ, તેની તકેદારી અને ક્રોસ ચેકિંગ પણ અમારા એસ.આઇ. અને એસ.એસ.આઇ.  દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે શાકભાજીની લારીઓ જે જે વોર્ડમાં ફરી હતી. તેવા ૩૧૦  ઘરોની મુલાકાત લઇ લારી આવી હતી કે નહિ તેની તપાસ કરી હતી. તેમના ચેકિંગ, વોર્ડ – ૧ માં ૪૩, વોર્ડ- ૨ માં ૫૧, વોર્ડ – ૩ માં ૫૪, વોર્ડ – ૪માં ૨૯, વોર્ડ – ૫ માં ૨૮, વોર્ડ – ૬ માં ૪૨, વોર્ડ – ૭ માં ૪૦ અને વોર્ડ – ૮ માં ૨૩ ઘરોએ આ લારીઓ આવી હતી તે વાતને સમર્થન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News