ડુંગળી, બટાટા, તેલ, શાકભાજી બધું જ મોધું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 09:49:32
  • Views : 350
  • Modified Date : 2020-10-24 09:49:32

 છેલ્લા કેટલાક દિવસથી જીવન જરૂરિયાત
ચીજવસ્તુઓમાં ભાવમાં ભડકો થયો છે. જેને લઈને કોરોના કાળમાં સામાન્ય પરિવારને શું ખાવું તે મોટી સમસ્યા બની છે. તેમાં શાકભાજીથી માંડીને તેલ સુધીના  ભાવો આસમાને પહોંચ્યા છે. જેમાં બટાટા અને ડુંગળી જેનો સામાન્ય પરિવારો રોજ ખાવામાં ઉપયોગ કરે છે પરંતુ આ બન્ને વસ્તુઓના ભાવ આસમાને જતાં લોકોના ગજવા ઉપર ભાર પડી રહ્યો છે.
કોરોના કાળ માર્ચ
મહિનાથી શરૂ થયો, ત્યારબાદ લોકડાઉન આવતા
ધંધા-રોજગાર ઉપર માઠી અસર થઈ હતી. છેલ્લા બે માસથી ધંધા-રોજગારનું ગાડુ પાટા ઉપર ચડ્યુંું છે. ત્યાંજ મગફળી, બટાટા, ડુંગળી, શાકભાજીમાં પાછોતરા વરસાદથી નુકશાન થયું છે. અને માલના અપુરતા જથ્થાના કારણે સ્થાનિક બજારોમાં ભાવ ખૂબ જ ઊંચા ગયા છે. જેને લઈને દરરોજ ડુંગળી અને બટાટાનું શાકભાજી ખાઈને ચલાવતા સામાન્ય પરિવારના ખિસ્સાને પણ હવે ભાર લાગવા માંડ્યો છે.  કોઈપણ શાકભાજીના ભાવ આજે ડબલ થયેલા જાેવા મળે છે. તો છેલ્લા ૧૨ દિવસમાં તેલના ભાવમાં ડબ્બાએે રૂ.૧૨૫/-નો વધારોે થયો છે. આજે એક તેલના ડબ્બાના રૂ.૨૨૬૦/- થઈ ગયા છે. જ્યારે બટાટાના રૂ.૨૫ના રૂ.૫૦, ડુંગળીના રૂ.૩૦ના રૂ.૮૦ થયા છે. તેમાંય વળી કેન્દ્ર સરકારે બટાટા અને ડુંગળીના ભાવને આવશ્યક ચીજવસ્તુઓમાંથી બહાર કર્યા છે. જેથી અસર પણ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આમ અત્યારે સામાન્ય પરિવારને જીવન જીવવું દાહ્યલું બની રહ્યુંું છે.

Download Our B K News Today App



Related News