અમદાવાદ- પાલનપુર વચ્ચે ટ્રેનમાં રેલ્વે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં શખ્સ ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 11:33:44
  • Views : 613
  • Modified Date : 2019-08-09 11:33:44

પાલનપુર આરપીએફ
પોલીસની ટીમે અમરાપુર – અરાવલી એક્ષપ્રેસ ટ્રેનમાં રેલ્વે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં વિકલાંગ યાત્રીઓનું ચેકિંગ કરી તેમની ટિકીટ અને પાસ તપાસવાના બહાને નાણા પડાવતા પાટણના એક શખ્સને ગુરૂવારે ઝડપી લીધો હતો. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલ્વે પોલીસને સોંપતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર આરપીએફ પોલીસની ટીમને રેલ્વે સુરક્ષા દળની વર્દી પહેરી વિકલાંગ કોચમાં યાત્રિકો પાસેથી નાણાં પડાવતાં એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે પાલનપુર આરપીએફ પીઆઇ નિતિનકુમાર ગુર્જરે જણાવ્યું હતું કે, અમદાવાદથી ઉપડેલી અમરાપુર- અરાવલી એક્ષપ્રેસ (૧૯૭૦૭) ટ્રેનમાં ગુરૂવારે પાલનપુર આરપીએફના હે.કો. નરેશ ચૌધરી અને દયાનંદ ગોઠવાલને પાલનપુર સુધીની સ્કે‹ટગ પાર્ટીની ડ્‌યુટી આપવામાં આવી હતી. આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનેથી રવાના થઇ ત્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાળી ટીશર્ટ, ખાખી પેન્ટ અને કાળા બુટ પહેરેલા શખ્સ ઉપર શંકા ગઇ હતી આથી તેના ઉપર નજર રાખવામાં આવી હતી. દરમિયાન ટ્રેન કલોલ સ્ટેશને પહોંચી ત્યારે આ શખ્સ રેલવે સુરક્ષા દળની વર્દીમાં બિલ્લા સાથે જોવા મળ્યો હતો. જે આગળના જનરલ અને વિકલાંગ કોચમાં યાત્રિકો પાસેથી ટિકીટ અને વિકલાંગ પાસના નામે નાણાં પડાવતો હોઇ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.  નામઠામ પુછતાં મુળ મહેસાણાના મોઢેરા રોડ અને હાલ પાટણ બસ સ્ટેન્ડ પાછળ રહેતા તરૂણગીરી અશોકગીરી ગૌસ્વામી (ઉ.વ. ૨૫) હોવાનું જણાવ્યું હતું. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપવામાં આવતાં પીએસઆઇએ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News