ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક ગાંધીનગરમાં ગુજરાતમાં તેની ૯૧ મી શાખાનું ઉદ્‌ઘાટન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:53:24
  • Views : 276
  • Modified Date : 2020-10-18 11:53:24

ગાંધીનગરમાં ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે ગુજરાતમાં તેની ૯૧ મી શાખાનું ઉદ્‌ઘાટન કર્યું છે. અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી ફિનકેર બેંકની દેશભરમાં ૭૯૫ શાખા છે. ગાંધીનગરના મેયર રીટાબેન કેતનભાઇ પટેલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી પૂજ્ય સ્વામી રામકૃષ્ણ દાસજી, બેંકના સીઈઓ શોહમ શુક્લા અને આશિષ છાબ્રા દ્વારા શાખાનું ઉદ્‌ઘાટન કરાયું હતું. બ્રાંચ મેનેજર રુચિત ભટ્ટે જણાવ્યું હતું કે, રૂ. ૩ કરોડની ડિપોઝિટ સાથે શાખાની શરૂઆત કરવામાં આવી છે. ઉદઘાટન કાર્યક્રમમાં બેંકના એમડી રાજીવ યાદવ, આશિષ મિશ્રા અને તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ગ્રાહકો ઓનલાઈનના માધ્યમથી
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News