બનાસકાંઠા જિલ્લામાં નવી શાકભાજીની આવક વધતા શાકભાજીના ભાવ દબાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:24:53
  • Views : 444
  • Modified Date : 2020-12-22 11:24:53

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે શિયાળાની શરૂઆત થતા જ બજારોમાં લીલી શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા હાલમાં લીલી શાકભાજીનું બજાર નીચું જવા પામ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજી વાવેતર કરે છે. દર વર્ષે ખેડૂતોને કઈકને કઈક મોટી આફત આવતી હોય છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીમાં નુકશાન થવા
પામતું હોય છે. અત્યારે ડીસાના ખેડૂતો એ મોટા પ્રમાણમાં લીલી શાકભાજી જેમાં લીલી ડુંગળી, ફુલાવર, કોબીજ, મૂળા, રીંગણ, લીલા ધાણા, મેથી, પાલકની સારા એવા ભાવની આશાએ મોંઘા બિયારણ લાવી ખેતી કરી હતી. પરંતુ જ્યારે શાકભાજીને નિકાળવાનો સમય આવ્યો છે.

Download Our B K News Today App



Related News