ડીસાના ધારાસભ્યને ત્રણ મહિનાની સજા ફટકારતી નામદાર કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-11 11:25:18
  • Views : 422
  • Modified Date : 2019-10-11 11:25:18

ડીસા નગરપાલિકામાં વર્ષ ૧૯૯૯માં કોર્પોરેટર બનેલા શશીકાંત પંડયાને મુદ્દા આધારીત લડાઈ લડતા પાલિકાના કર્મચારીઓ જાડે સંઘર્ષ થયો હતો. તે મુજબનો કેસ ડીસા નગરપાલિકાના કર્મચારીએ કરેલો. ઘણાં વર્ષો બાદ આ કેસ આજે કોર્ટમાં ચુકાદા ઉપર આવ્યો હતો. જેમાં નામદાર કોર્ટે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાને ત્રણ મહિના કેદ અને ૫૦૦
રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જા કે ડીસાના ધારાસભ્ય
શશીકાંતભાઈ પંડયાએ ઉપલી કોર્ટમાં જામીન મેળવી કેસ લડશે. આ બાબતે ડીસા ધારાસભ્યને તેમના નિવેદન માટે ટેલીફોનીક સંપર્ક કરતાં
સંપર્ક થઈ શક્યો ન હતો.
ડીસા નગરપાલિકા કચેરીમાં સરકારી કામમાં અવરોધ સર્જવાના ૨૦ વર્ષ જૂના કેસમાં નામદાર ડીસા કોર્ટે વર્તમાન ધારાસભ્યને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદ અને પાંચસો રૂપિયાનો દંડના અહેવાલોથી સમગ્ર ડીસા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની વિગતો એવી છે કે ડીસા
નગરપાલિકામાં ૧૯૯૯ના વર્ષે પ્રકાશભાઈ ભરતીયાના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન શશીકાંતભાઈ પંડ્‌યા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સાથે બોલાચાલી કરી ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અવરોધ ઉભો કરી ફાઇલોને તોડફોડ કરી હતી. તેમજ પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ જે તે વખતે ડીસા વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડયા સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૩૨૭, ૪૭૦, ૧૮૬ અને ૫૦૪ મુજબ ગુનો દાખલ થયેલો હોય ૨૦૧ પબ્લિક ૧૯૯૯ ક્રિમિનલ કેસ ગુરૂવારે ડીસા નામદાર કોર્ટના એડિશનલ જુડીશીયલ મેજિસ્ટ્રેટ એમડી બ્રહ્મભટ્ટ ની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આઇ.આર.આલ.ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી આ ગુનામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદ અને પાંચસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં શશીકાંત
પંડયાના  વકીલ એ.એન.જોષી બચાવવા માટેની કોશિશ કરી હતી.
પરંતુ નામદાર કોર્ટે કોઈ
પણ શ્રેય શરમ રાખ્યા વગર ધારાસભ્યઊ જેવા જવાબદાર વ્યક્તિને કાયદાનું ભાન કરાવતો ચુકાદો આપતા ખળભળાટ મચી ગયો છે.
ડીસા નગર પાલિકામાં વર્ષ૧૯૯૯ માં પ્રમુખ પ્રકાશ ભારતીયાના કાર્યકાલ દરમિયાન શશીકાંતભાઈ
પંડયાએ ફરજ ઉપરના ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી તથા ઓફિસ
સુપ્રીટેન્ડન્ટ સાથે ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં રુકાવટ ઉભી કરી ફાઈલોમાં તોડફોડ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરેલી જે બાબતે ગુનો દાખલ થતા ડીસાના ભારતીય જનતા
પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્‌યાને ભારતિય ફોજદારી ઘારાની  કલમ ૩૨૭, ૪૭૭, ૧૮૬ અને ૫૦૪ મુજબ ડીસાના મેં.એમ.ડી.બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાં ક્રીમનલ કેસ નંબર ૨૦૧ / ૧૯૯૯ વાળો કેસ ચાલી જતા  પ્રોસિક્યુસન વકીલ શ્રી આઈ.આર. આલ. ની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર કોર્ટે ધારાસભ્યને  તકસીરવાર ઠરાવી  ૩ માસની કેદની સજા અને રૂપિયા ૫૦૦ દંડ બંને ફટકારેલ છે આરોપી ધારાસભ્ય તરફે વકીલ  એ.એમ.જોષી હાજર રહેલા હતા.

Download Our B K News Today App



Related News