સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 17:01:41
  • Views : 514
  • Modified Date : 2019-05-10 17:01:41

 હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે. તેના કારણે લોકો અલગ અલગ જગ્યાઓ ઉપર નોકરીની તપાસ કરતા હોય છે. જેનો ફાયદો કેટલાક ઠગ લોકો કરતા હોય છે.વાડજમાં રહેતા કૃણાલ દંતાણીએ નોકરી મેળવા માટે priyainfo@quikr.com અને indigoairlines11@gmail.com પર તેમનો બાયોડેટા મોકલી આપ્યો હતો. જેમાંથી ડેટાના આધારે તેમના પર ફોન આવતો હતો કે તમારી નોકરી નક્કી થઈ ગઈ છે તેમ કહી રજિસ્ટેરશન ફી, યુનિફોર્મ ફી, સિક્યુરીટી ડીપોઝીટ વગેરેના નામે નાણા મંગાવ્યા હતા અને ત્યારબાદ કોઈ જ નોકરી આપી ન હતી. જેની ફરીયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી.આ ગુનાની ગંભીરતાને ધ્યાનમા લઈને સાયબર ક્રાઈમએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ દિલ્હી તેમ જ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતુ અને તેઓ ક્વિકર અને નોકરી ડોટ કોમ પરથી નોકરી વાંચ્છુક યુવકોનો ડેટા મેળવી તેમની સાથે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગે ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક લોકોને કોલ કરી છેતરવાનો પ્રયાસ કર્યો છે.

Download Our B K News Today App



Related News