ડીસામાં સાંઈ જન્મોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 07:08:55
  • Views : 420
  • Modified Date : 2019-04-15 07:08:55

ડીસા શહેરમાં  સાંઈ જન્મોત્સવની સાંઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના હાર્દસમાં વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલા સાંઈ જન્મોત્સવમાં ડીસા સહિત આસપાસના વિસ્તારની જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી હતી.ડીસા શહેરમાં એક સમયે સરદાર બાગ અસમાજિક તત્વોનો અડ્ડો હતું અને અહી શહેરની જનતા જતાં પણ ડરતી હતી. પરંતુ ત્યારબાદ વર્ષ ૨૦૦૨માં સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં સાંઈ કુટીર બનાવવામાં આવી હતી. સાંઈ કુટીરના નિર્માણ બાદ આ વિસ્તાર લોકો માટે અદકું આસ્થાનું કેન્દ્ર બની ગયું અને દર વર્ષે ચૈત્રી નોમના દિવસે સાંઈબાબા મંદિર ખાતે રામનવમી પ્રસંગે સાંઈ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પણ રામ નવમી પ્રસંગે સાંઈ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બપોરના સમયે વિધિવત રીતે પુજા અર્ચના કર્યા બાદ સાંઈ જન્મોત્સવ ઉજવીને સાંઈ બાબાની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે સાંઈબાબા મંદિર ખાતે બાફેલા ચણા, કઢી અને ખિચડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. 


Download Our B K News Today App



Related News