સ્વામીની પાસે હવે 98 ધારાસભ્યો; કોંગ્રેસનો દાવો- ભાજપે અમારા એક MLAને બંધક બનાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 18:48:56
  • Views : 408
  • Modified Date : 2019-07-18 18:48:56

કર્ણાટક વિધાનસભામાં આજે કુમારસ્વામી સરકાર વિશ્વાસનો મત સાબીત કરવાના છે. વિધાનસભામાં આ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કુમારસ્વામીએ કહ્યું છે કે, બીજેપીને અમારી સરકાર પાડવાની આટલી ઉતાવળ કેમ છેઅપડેટ્સકર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારની વિશ્વાસના મત વિશે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભાજપ નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે, સત્તા પક્ષ લાંબા ભાષણ આપીને પ્રક્રિયામાં વાર કરી રહી છે. આ પ્રમાણેના ભાષણ ચૂંટણી રેલીમાં આપવામાં આવે છે.કર્ણાટક વિધાનસભામાં આ સમયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ તરફથી જ્યારે સિદ્ધારમૈયા બોલી રહ્યા હતા ત્યારે બીજેપી ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન શિવકુમારે ઉભા થઈને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.વિશ્વાસ મત પર ચર્ચા કરતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, આજે માત્ર મારી સરકાર ઉપર જ સંકટ નથી પરંતુ સ્પીકર પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં મારા કાર્યકાળમાં જનતા માટે કામ કર્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે, વિપક્ષને સરકાર પાડવાની ખૂબ ઉતાવળ છે. બીજેપીને આટલી ઉતાવળ કેમ છે?અમને 100 ટકા જીતનો વિશ્વાસ- યેદિયુરપ્પાઆ દરમિયાન રાજ્યના ભાજપ પ્રમુખ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમને 100 ટકા જીતનો વિશ્વાસ છે. તેમની પાસે 100 કરતાં ઓછા ધારાસભ્યો છે. જ્યારે અમારી પાસે 105 ધારાસભ્યો છે. તેથી તેઓ વિશ્વાસ મત મેળવી શકશે નહીં. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએના 16 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારપછીથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર સંકટમાં છે. યેદિયુરપ્પાએ કહ્યું છે કે, તેઓ 4-5 દિવસમાં સરકાર બનાવી લેશે.આજે કર્ણાટક સરકાર ફ્લોર ટેસ્ટ પાસ કરે તે પહેલાં વિધાનસભાની આસપાસના વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.કોંગ્રેસના ગુમ ધારાસભ્ય મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યાકર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એચડી કુમારસ્વામી સરકાર પર સંકટ છે. આ દરમિયાન ઘણાં બળવાખોર ધારાસભ્યો વિધાનસભા નથી પહોંચ્યા. કોંગ્રેસ સાથે દગાખોરી કરનાર શ્રીમંત પાટિલ બુધવારથી નથી મળી રહ્યા, ત્યારે હવે તેમની તસવીર સામે આવી છે. તેઓ મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં ઈલાજ કરાવી રહ્યા છે.બુધવારે કોંગ્રેસ પાર્ટી તરફથી જ એક ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના રિસોર્ટ પરથી એક ધારાસભ્ય ગાયબ થઈ ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ આ વિશે ફરિયાદ નોંધાવામાં આવી હતી. હવે ગુરુવારે સવારે જ્યારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈરહ્યો છે ત્યારે શ્રીમંત બાલાસાહેબ પાટિલ મુંબઈમાં ઈલાજ કરાવી રહ્યા છે તેવી તસવીર સામે આવી છે.સ્વામીએ કર્ણાટકમાં સરકાર બચાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો, મુંબઈ પોતાનો દૂત મોકલ્યોકર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકારે આજે વિશ્વાસનો મત મેળવવાનો છે. 16 ધારાસભ્યોના વિરોધના કારણે કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર આ સંકટ આવી ગયું છે. જોકે એક બળવાખોર ધારાસભ્યએ સરકારના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. જ્યારે બાકીના ધારાસભ્યોએ કહ્યું છે કે, બીજેપીએ તેમને સાઈબાબાના સમ ખવડાવીને મતદાન ન કરવા કહ્યું છે.આ દરમિયાન કુમારસ્વામીએ સરકાર બચાવવા માટે તેમના ખાસ એમએલસી બીએમ ફારુખે તેમના ખાસ માણસ શાહિદને મુંબઈ મોકલ્યો છે. શાહિદે મુંબઈની હોટલમાં જઈને જેડીએસના બળવાખોર ધારાસભ્યો અને જારીકહોલી સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી હવે બળવાખોર ધારાસભ્યો દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણ થઈ નથી.કર્ણાટક વિધાનસભામાં શું છે આંકડાઓનો ખેલકર્ણાટક વિધાનસભા (કુલ આંકડા)બીજેપી 105અપક્ષ 2કોંગ્રેસ 78+1 (સ્પીકર)જેડીએસ 37બસપા 1પસંદ કરાયેલાં 1રાજીનામુ કે અયોગ્યતા પછીબીજેપી- 105અપક્ષ 2જેડીએસ 34કોંગ્રેસ 65બસપા 1પસંદ કરાયેલાં 1

Download Our B K News Today App



Related News