ગાંધીનગર શહેરમાં ૨૧, જીલ્લામાં ૩૨ કોરોના પોઝિટિવ, એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 12:04:13
  • Views : 334
  • Modified Date : 2020-11-09 12:04:13

ગાંધીનગર જિલ્લામાં  કોરોનાના નવા ૩૨ પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં  માત્ર ૧૨ કેસો જ નોંધાયાં છે. તો માણસાનાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ૧૨ કોરોના પોઝિટિવની સામે  ૧૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૨૪૮૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. તો એક્ટીવ દર્દીઓ હવે ૧૨૭ જ રહ્યા છે. ગાંધીનગર શહેરમાં આજે ગ્રામ્ય કરતાં પણ વધારે નવા ૨૦ પોઝિટિવ કેસો નોંધાયાં છે.
ગાંધીનગર જિલ્લામાં  ૩૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં ગ્રામ્યમાં નોંધાયેલાં ૧૨ કેસોમાંથી ગાંધીનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૫ કેસો નોંધાયાં છે. ગાંધીનગર તાલુકામાં  કુડાસણમાં બે નવા કેસો નોંધાયાં છે. જ્યારે વાસણા હડમતીયા, કોલવડા અને ખોરજમાં નવા એક એક કેસો નોંધાયાં છે.     
જ્યારે દહેગામ તાલુકાનાં સિલોડીયાં, દેવકરણના મુવાડા અને પાલૂન્દ્રામાં એક એક વ્યક્તિને કોરોના થયાં છે. તો કલોલ તાલુકાનાં આરસોડિયા અને સોજામાં એક તેમજ કલોલ શહેરમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. ગ્રામ્યમા  ૧૨ દર્દીઓમાંથી ૭ દર્દીને હોમ આઈસોલેટ અને માત્ર ૭ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  ગાંધીનગર શહેરમાં  ૨૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં સેકટર ૫
 માં નવાં ૪ કેસો નોંધાયાં છે. જ્યારે સેક્ટર ૬, ૨૧ અને ૨૫માં નવાં બે બે કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સેક્ટર ૧, ૨, ૩, ૪, ૧૩, ૨૩, ૨૭ અને ધોળાકુવામાં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આજે ૧૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News