ગેરરીતિના આક્ષેપ છતાં તપાસ કરાતી નથી કમોસમી વરસાદથી વડાવળમાં થયેલા નુકશાની સહાયની યાદીમાં ગોલમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 11:49:22
  • Views : 484
  • Modified Date : 2020-07-20 11:49:22

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ગત એપ્રિલ'૧૯ માં કમોસમી વરસાદથી શક્કરટેટી અને તરબુચના
પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેના સરકારી વળતર માટે બનાવેલ આ લિસ્ટમાં ડીસાના વડાવળ ગામમાં કેટલાક ખેડૂતોના ખોટા નામ લખીને વળતર મેળવવાનો પ્રયાસ કરાયો છે. આ અંગેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે.
વડાવળ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ સ્ટ્રીટ લાઇટની એલઇડીનું પ્રકરણ ગાજી રહ્યું છે. ત્યાં હવે  શક્કરટેટી અને તરબુચના  પાકને કમોસમી વરસાદથી થયેલા નુકશાનના સરકારી વળતર માટેની તૈયાર કરાવીને મોકલાયેલી યાદીમાં ગોલમાલ કરાઇ હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર બાબત એવી છે કે, ૪ ફેબ્રુ.'૨૦ ના  અરસામાં પીએમ પોર્ટલ પર રજૂઆત થઇ હતી. જે રજૂઆત ગાંધીનગરમાં બાગાયત  નિયામકને મોકલાવી હતી.
 અને બાગાયત નિયામકે  બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને મોકલી હતી. આ રજૂઆતમાં વડાવળ ગામના ખેડૂતે એવું જણાવ્યું છે કે, ૧ એપ્રિલ ૨૦૧૯ ના અરસામાં કરા સાથે વરસાદ થયો હતો. જેમાં શક્કર ટેટી અને તરબૂચના
પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેમાં સરકારે ઉમદા અભિગમ રાખી સર્વે કરાવ્યો હતો. પરંતુ ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા શક્કર ટેટી કે તરબૂચનો પાકનું વાવેતરના કર્યુ હોવા છતાં ખેડૂતોને થયેલા નુકશાનની સર્વેની યાદીમાં નામ લખીને તૈયાર કરાયેલા  
રિપોર્ટમાં ગેરરીતિ આચરવામાં આચરવામાં આવી છે. આ અંગે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી.  જેથી આ ગેરરીતિની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જેને લઇને વડાવળ ગામમાં તપાસ આવવાના ભણકારાના પગલે સર્વે યાદી લખનારા અને લખાવનારા ફફડી ઉઠયા છે.

Download Our B K News Today App



Related News