લોકડાઉનમાં પશુઓની હાલત કફોડી સહાય આશ્રિત પાંજરાપોળના પશુઓ માટે કરાઈ સહાયની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 11:58:14
  • Views : 492
  • Modified Date : 2020-05-12 11:58:14

લોકડાઉનના સમયમાં માત્ર લોકો જ નહી પરંતુ
પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે. દાનવીરો માનવ સેવામાં દાન આપતા પશુઓ માટે દાનની આવક ઘટી છે. જેથી સહાય આશ્રિત ચાલતા પાંજરાપોળમાં પશુઓને જીવાડવા મુશ્કેલ હોવાથી પાંજરાપોળના સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે.
કોરોના ના કહેર વચ્ચે આમ માનવી સાથે સાથે પશુઓની હાલત પણ ક્યાંક કફોડી બની રહી છે. અત્યારે ગુજરાતમાં આવેલા ૮૦૦ જેટલા પાંજરાપોળ અને ગૌશાળામાં ચાર લાખ પશુઓ છે. જે પશુઓ સરકાર અને દાનવીરોના સહયોગથી જીવી રહ્યા છે અને સંચાલકો દ્વારા દાન એકઠું કરી પશુઓનો નિર્ભાર કરી રહ્યા છે. ત્યારે સતત ત્રીજુ લોકડાઉન આવતા માનવ જીવનને તકલીફ ઊભી થતા દાનવીરો માનવ સેવામાં લાગ્યા છે. જેથી પાંજરાપોળ અને ગૌશાળામાં દાનની આવક ઘટના લાગી છે જેના કારણે પશુઓને કઈ રીતે બચાવવા તે પ્રશ્ન ઉભો થયો છે. જેથી પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ગુજરાતમાં ચાર લાખ પશુઓ પાંજરાપોળ અને ગૌશાળામાં આવેલા છે જે પશુઓને પશુ દીઠ રોજે
રૂ. ૫૦ ની સહાયની માંગ કરી છે. જોકે દાનવીરોનું દાન ઘટતા પશુઓને બચાવવા માટે સરકાર સહાય ચૂકવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. જોકે સરકાર દ્વારા અગાઉ પણ એક માસ માટે પશુ દીઠ રૂ. ૨૫ની સહાય કરી હતી. જે ખુબ જ ઓછી હોવા છતાં એકમાસ
પશુઓને ઓક્સિજન સમાન સહાય રહી હતી. પરંતુ હાલ સહાય બંધ થતા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Download Our B K News Today App



Related News