કોઈટા ગામના અંધ પરિવારે સરકાર પાસે સહાય માંગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:21:45
  • Views : 417
  • Modified Date : 2019-11-25 12:21:45

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇટા ગામના
પરમાર પરિવારમાં પેન્ડલ સાઇકલ ઉપર આર્થિક હાથ મજુરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં ૩ સભ્યોને આંખે અંધાપાના  કારણે જીવન ગુજારવુ મુશ્કેલ બન્યું છે. જેથી આ પરિવાર કુદરત પાસે ન્યાય અને સરકાર પાસે સહાય માંગી રહ્યા છે.
ઘરના મોભી અને અંધ બાળકોના પિતા ધરમાભાઇ હીરાભાઇ પરમારને
તા-૨૨-૧૧-૨૦૧૯ ના રોજ હદય રોગનો હુમલો આવતા તેમને અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ કરવામાં પરિવારમાં દુઃખના વાદળો ઘેરાયા છે.
પરિવારમાં કુલ તેમાં
૩ સભ્યોને જન્મથી અંધાપો હોવાથી આંખોની રોશની માટે છેલ્લે પત્નના દાગીના વહેંચી દવાખાને સારવાર કરાવી પરંતુ કોઇ ફરક ન પડતા ચિંતાના કારણે પિતાને હૃદયરોગનો હુમલો આવતા અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અંધ બાળકોની માતા મંજુલાબેન ધરમાભાઇ પરમારે જણાવ્યું હતું કે ૩ બાળકોને બીલકુલ દેખાતું નથી હું ૨ પગે અપંગ છું, મારાથી કંઇ કામ થતું નથી. મારા પતિ ધરમાભાઇ હીરાભાઇ પરમારને હદયરોગનો હુમલો આવતા તેમને અમદાવાદ દાખલ કરવામાં આવ્યાં છે. સરકાર અમને સહાય કરે તેવી માંગણી છે. પેન્ડલ સાઇકલથી આખા
પરિવારનું ગુજરાન ચલાવતા ઘરના મોભી ધરમાભાઇ
પરમારને હૃદયરોગનો હુમલો ઉપડતાં સારવાર ચાલી રહી છે.


Download Our B K News Today App



Related News