ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ શ્રદ્ધાંજલિ સહ નમન કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 12:07:59
  • Views : 432
  • Modified Date : 2020-06-27 12:07:59

માં મોભની રક્ષા કરતા કરતા લદાખની ગલવાન વેલીમા એલ.એ.સી. પર વીરગતિ પામનાર ભારતીય સેનાના જાંબાજ ૨૦  શહિદ જવાનોને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા નત-મસ્તક થઈ શ્રધ્ધાંજલિ આપી સલામ કરવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ ચીને ભારતીય સેનાના જવાનો સાથે જે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો છે તેવા સમયે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખિયા એવા વડાપ્રધાનની ચુપકીદીથી ખુબજ વ્યથિત છે. એવી તો શું મજબૂરી છે કે વડાપ્રધાને આ મામલે ચૂપકીદી સેવી છે ?  આ પ્રશ્ન સાથે ગાંધીનગર જિલ્લા તેમજ શહેર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીની આગેવાનીમાં ભારતીય સેનાના જાંબાજ ૨૦ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપી બિરદાવવા માટે ઘ-૫ સર્કલ ખાતે ‘શ્રદ્ધાંજલિ સહ નમન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી નિશિતભાઈ વ્યાસ, વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, મંગલસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ સોલંકી, અશોક શ્રીમાળી, ગોપાલજી ઠાકોર સહિતના કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા મથકો ઉપર પણ શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ ઠાકોરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. માણસા ખાતે ધારાસભ્ય સુરેશભાઇ પટેલની આગેવાનીમાં તાલુકા પ્રમુખ ગિરવતસિંહ ચાવડાની હાજરીમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે કલોલ ખાતે  ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રશ્મિજી ઠાકોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Download Our B K News Today App



Related News