ડીસા શહેરની પુરગ્રસ્ત કોલોની સામાન્ય સગવડોથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:19:47
  • Views : 529
  • Modified Date : 2019-05-08 12:19:47

ડીસા શહેરમાં આવેલ
પુરગ્રસ્ત કોલોની વિસ્તાર છેલ્લાં વીસ વર્ષથી રોડ અને ગટરો જેવી સામાન્ય સુવિધાઓથી વંચિત છે.
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ જાણે ડીસા શહેરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. છેલ્લાં વીસેક વર્ષથી ડીસામાં આવેલ પુરગ્રસ્ત કોલોનીના લોકો ગટરો અને રોડની સામાન્ય સુવિધા ન મળતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમજ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને તેના લીધે ગંદકી વધે છે અને રોગચાળો ફાટી
નીકળવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. આથી નગરપાલિકા દ્વારા સત્વરે  આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News