ધાનેરા પોલીસે વાહન ચોરતી ગેંગના ત્રણ સાગીરતોને ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 11:35:26
  • Views : 328
  • Modified Date : 2020-06-05 11:35:26

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલીસવડા દ્વારા તમામ ચેકપોસ્ટો ઉપર વાહન ચેકિંગ તેમજ પુછ્‌પરછ કરવા અંગેની સુચના હોવાથી બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પકડીને ઉલટ તપાસ કરતા મોટા પ્રમાણમાં વાહન ચોરી તેમજ અબ્ય ચોરીના ગુનાઓની કબુલાત થવા પામી છે.
જિલ્લામાં વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવાને આપેલ સુચના અનુસંધાને  તેમજ ધાનેરા ખાતેથી ઇક્કો ગાડીની ચોરી થયેલ હોવાથી પોલીસ
ઇન્સપેક્ટર એસ.એ.ડાભીની સુચના આધારે ધાનેરા
પોલીસના જવાનો રાસેંગભાઇ, ગોવિંદભાઇ, સુરેશભાઇ ધાનેરા પો.સ્ટે તથા નેનાવા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા શીવરામભાઇ, અરવિંદભાઇ, જગુભા, દશરથસિંહ નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન ધાનેરા તરફથી રાજસ્થાન જતી સિલ્વર કલરની સિફ્‌ટ કારને ઉભી રખાવી શંકાસ્પદ ઇસમોની
પુછપરછ કરતા (૧) સુરેશકુમાર સ/ઓ લાદુરામ જયકિશનજી વિશ્નોઇ ઉ.વ-૨૪ ધંધો-ડ્રાયવિંગ રહે-દાતીવાસ ગૌચર નાડી તા.ભીનમાલ જિ.ઝાલોર રાજસ્થાન
(૨) નિરજકુમાર સ/ઓ ઓમપ્રકાશજી જોધારામજી વિશ્નોઇ ઉ.વ-૧૮ રહે-ગુંદાઉ કે ઢાણી તા.સાંચોર જિ.ઝાલોર રાજસ્થાન (૩) જગદિશકુમાર  પપુરામ ઠાકરારામ જાતે-સઉ (વિશ્નોઇ) ઉ.વ-૨૪
રહે-મેઘાવા (હરીવાવ) તા.ચિતલવાણા જિ.ઝાલોર રાજસ્થાન વાળાઓને પુછપરછ કરતા ધાનેરા મુકામેથી ઇકો ગાડી નં-ય્ત્ન-૨૭-મ્ઈ-૮૬૮૪ તથા ધાનેરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૯૭/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ ના કામે ઇકો ગાડી ય્ત્ન-૧૨-મ્દ્ગ-૮૪૧૩ ની ચોરીમા સામેલ હોવાની કબુલાત કરેલ છે. જે બુધવારે ચોરેલ ઇક્કો ગાડી આગલ જતી હોવાનું જણાવેલ જેથી આ આરોપીઓને વધુ પુછપરછ કરવામાં આવતા ગુજરાત રાજ્યમાં તથા અન્ય રાજ્યમાં ૧૫ જેટલી ચોરી કરેલની કબુલાત કરી હતી. જેથી પોલીસ દ્વારા તે ઇક્કો ગાડી માટે પીછો કરતા રાજસ્થાનના પળાદર ગામ પાસે તે ઇક્કો ગાડી રસ્તામાં સાઇડ ખરાબ હોવાથી પલ્ટી ખાધેલ હાલતમાં મળી આવતા પોલીસે કબ્જે લીધી હતી. તેમજ તેઓએ અગાઉ જે ચોરી કરી હતી તે ચોરીના વાહનો હાલમાં ક્યાં છે અને તેઓએ કોને આપ્યા તે બાબતે તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News