રાજસ્થાનના આબુરોડથી હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ શખ્સ ડીસાથી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 11:30:27
  • Views : 1004
  • Modified Date : 2020-07-26 11:30:27

રાજસ્થાન ના આબુરોડથી ત્રણ દિવસ હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ યુવક ડીસા બસ સ્ટેશનમાંથી ઝડપાયો હતો. આ અંગેની જાણ થતાં જ ડીસા ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનો પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.
રાજસ્થાનના આબુરોડ ખાતે રહેતો અને ડાન્સ કલાસ ચલાવતો અબ્દુલ કરીમ કૈયુમખાન મુલતાની (રહે, આબુરોડ, રાજસ્થાન) ડાન્સ શિખવા આવતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ દિવસ અગાઉ ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોએ આબુરોડ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. જો કે, શનિવારે સાજે ડીસાના નવિન બસ સ્ટેશનમાંથી અબ્દુલ કરીમ અને સગીરાને ઝડપી પાડી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જો કે, મુસ્લિમ યુવક હિન્દુ સગીરાને ભગાડીને આવ્યો હોવાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પોલીસ મથકે દોડી આવ્યા હતાં. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ માળી, અશોકભાઇ ખત્રી સહિત વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો દોડી આવ્યાં હતાં. આ અંગે આબુરોડ પોલીસ મથકમાં ફરીયાદ નોધાયેલ હોવાથી બન્ને જણાને આબુરોડ
પોલીસને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News