ડીસામાં રોમિયોના ત્રાસથી સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:38:35
  • Views : 572
  • Modified Date : 2019-04-20 05:38:35

ડીસામાં  એક રોમિયોના ત્રાસથી સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સગીરાના કાકાએ તેને બચાવી હતી.બાદમાં સારવાર માટે સગીરાને ડીસા સિવિલ બાદ  પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી.ડીસા તાલુકા કોટડા ગામે એક ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જોકે આ દરમ્યાન સગીરાના કાકા તેને જોઈ જતા તેને બચાવી લીધી હતી. સગીરાને સારવાર માટે ડીસા સિવિલ બાદ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાએ જણાવ્યું પ્રતિક ઠક્કર નામનો યુવક તેને છેલ્લાં ત્રણ વર્ષથી ત્રાસ આપતો હતો. ઉપરાંત આ રોમિયો તેની સાથે લગ્ન કરવા વારંવાર દબાણ કરતો હતો. અંતે કંટાળી તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો સગીરાના પરિવારે તેને સારવાર માટે પાલનપુર ખાતે ખસેડી છે. 


Download Our B K News Today App



Related News