બનાસકાંઠા જિલ્લામાં સઘન સર્વેનો બીજો તબક્કો શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 14:49:44
  • Views : 2285
  • Modified Date : 2020-03-28 14:49:44

બનાસકાંઠા જિલ્લામાં સઘન સર્વેનો બીજો તબક્કો શરૂ

૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ તબીબો સહિતના સ્ટાફ દ્વારા ઘેર ઘેર ફરી સર્વે કરશે(માહિતી બ્યુરો) પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરસંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ કોરોના વાયરસને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની માહિતી આપતા જણાવ્યું છે કે, કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં સઘન સર્વેનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ૧૦૦ ટકા કોમ્યુનીટી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં ૫,૪૬,૯૬૯ ઘરો અને ૨૮,૦૬,૧૭૯ વસ્તીને આવરી લેવામાં આવ્યા છે. કોમ્યુનિટી સર્વેમાં તાવ, શરદી, ખાંસીવાળા દર્દીઓ- ૧૬,૦૯૯, મહારાષ્ટ્ર અને બનાસકાંઠા જિલ્લા બહારથી આવેલ વ્યક્તિઓ- ૧૩,૩૯૯ નો સર્વે કરવામાં આવ્યો છે. હવે બીજા તબક્કાનો સઘન સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૨૪૨૫ આશા બહેનો, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં તબીબો સહિતના સ્ટાફ દ્વારા ઘેર ઘેર ફરીને સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવે છે તેમજ હાઇરીસ્ક ગ્રુપમાં આવતા ૬ લાખ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત એકપણ કેસ પોઝીટીવ નોંધાયો નથી. જિલ્લામાં કુલ- ૧૯ શંકાસ્પદ કોરોનાના કેસ સામે આવ્યા હતા જેના તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. 


Download Our B K News Today App



Related News