11 વાહનો ચોરનાર રીઢા ચોર પાસેથી વાહનો લઇ સ્ક્રેપમાં આપનાર સાગરીત ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 14:18:50
  • Views : 51
  • Modified Date : 2025-04-25 14:18:50

વડોદરાઃ વડોદરા અને અન્ય સ્થળોએથી ૧૧ વાહનો ચોરનાર રીઢા વાહનચોરના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

પોલીસના કહ્યા પ્રમાણે,તાજેતરમાં આંકલાવના સમીર ભાલાવાતને ઝડપી પાડતાં ૧૧ વાહનચોરીનો ભેદ ખૂલ્યો હતો.સમીરની તપાસમાં આ વાહનો ગોધરાના સલમાન ઝૂઝરાને આપતો હોવાની વિગતો ખૂલી હતી.

જેથી ગોધરાના સલમાન ઇશાકભાઇ ઝુઝારા(ઇદગાહ મહોલ્લો,નદીપાર,ગોંદ્રા)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે ચોરીના વાહનો સ્ક્રેપના વેપારીને પહોંચાડી સગેવગે કર્યાની વિગતો ખૂલી હતી.

Download Our B K News Today App



Related News