રૂવેલ ગામના ખેડૂતોએ બ્રાન્ચ કેનાલ સફાઈનું બીડું ઉપાડયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:14:18
  • Views : 455
  • Modified Date : 2019-09-29 11:14:18

કાંકરેજ તાલુકાની રૂવેલથી જાખેલને જોડતી બ્રાન્ચ કેનાલમાં છેલ્લાં એક વર્ષથી પાણી ના
પહોંચતું હોવાની ખેડૂતોની રાવ ઉઠવા પામી હતી.  આ બ્રાન્ચ કેનાલ મારફતે રૂવેલ, જાખેલ, શિરવાડા અને વરસડા થઈ  
પાણી પસાર થાય છે.  કેનાલ નાની હોવાથી અને અંદર કેનાલમાં  ઝાડીઓ વધુ પ્રમાણમાં આવી તેમજ કચરો જમા થઈ ગયો હોવાને લીધે આ ગામોમાં પાણી ન પહોંચતું  હોવાથી અને તંત્રની
બેદરકારીના કારણે સફાઈ ના થતી હોવાથી રૂવેલ ગામના ૨૦૦ થી વધુ ખેડૂતો મળી બ્રાન્ચ કેનાલની સફાઈનું બીડું ઉપાડયું હતું.
આ બાબતે  રૂવેલ ગામના ખેડૂત રમેશભાઈ દેસાઈને
પૂછતાં જણાવ્યું હતું કે  કેનાલ નાની હોવાથી તેમાં કચરો અને ઝાડીઓનું સામ્રાજ્યના લીધે  રૂવેલ ગામના ખેડૂતોએ  પોતાની રીતે કેનાલની સફાઈ થાય અને તંત્રને પોતાની જવાબદારીનું ભાન થાય તે માટે કેનાલની સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતજી નાગજીજી મકવાણાએ જણાવ્યું હતું કે સરકારની
બેદરકારી અને ખેડૂતોનું કોઈ સાંભળતું ના હોવાથી તેમજ વારંવાર રજુઆતઓ કરવા છતાંય કોઇ પગલાં ના લેવાતા હોઈ ખેડૂતોએ જાતે સફાઈ કામગીરી હાથધરી હતી જે એક દુઃખદ બાબત કહી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News