વાવની જોડિયા ડિસ્ટ્રી. કેનાલમાં સફાઈનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 11:35:51
  • Views : 434
  • Modified Date : 2019-11-20 11:35:51

સરહદી વાવ તાલુકામાં શિયાળુ સીઝન ચાલુ થઈ ગઈ છે. તો વળી ખેડૂતોએ રવીપાકનું વાવેતર પણ કરી દીધું હોવા છતાં પણ સિંચાઈ માટે પાણી નહિ મળતાં વાવમાંથી પસાર થતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં મોટાં પ્રમાણમાં સાયફન ગંદકી અને કચરાથી ભરાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કેનાલોની સફાઈ માટે લાખો રૂપિયાનું ટેન્ડર બહાર
પાડવામાં આવ્યું છે ત્યારે હવે તો ચારેબાજુ જીરું, એરંડા, રાયડું, ઈસબગુલ, મગફળી સહિતના રવીપાકોનું વાવેતર થઈ ગયુ છે. પરંતુ કેનાલોમાં સિંચાઈ માટે
પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે એકબાજુ છાસવારે તુટતી કેનાલો તો વળી બીજી બાજુ કેનાલોમાં સફાઈનો અભાવ વર્તાય છે. ત્યારે છેવાડાના ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી.
સરહદી વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેમજ શિયાળુ અને ઉનાળુ સીઝન મેળવે જેથી ખેડૂતોની જમીન વધારે પિયત થાય તો વળી અહીંની જમીનની ફળદ્રુપતા વધારે હોવાથી ચંદન, રહુડો, દાડમ, પપૈયા, જામફળ સહિતના બાગાયતી પાકો પણ સારી રીતે થાય છે. ત્યારે સિંચાઈ માટેનું
પાણી મળવાથી ખેડૂતોએ અત્યારે લાખ્ખો રૂપિયાના ખર્ચે
રવીપાકોનું વાવેતર કર્યુ હતુ.   એકબાજુ કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં અને બીજી તરફ કેનાલોમાં સફાઈ વિના જ પાણી છોડવાથી કેનાલો ઓવરફલો થાય છે. વધારે પડતો કચરો અને આકડા, ધતુરા, જેવા વૃક્ષો ઉગી જવાથી પાણી આગળ જઈ શકતું નથી જેથી કેનાલોમાં ગાબડાઓ
પડે છે. ત્યારે વાવ નજીક જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી નહિ ચાલુ થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન સાથે સરકાર અને અધિકારીઓ સામે પણ લડી લેવાના મૂડમાં છે.

Download Our B K News Today App



Related News