સફાઈ કામદાર યુનિયન દ્વારા હડતાલ ગાંધીનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારોનું શોષણ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:41:27
  • Views : 312
  • Modified Date : 2021-03-16 11:41:27

ગુજરાતમાં કોરોના વકર્યો હતો ત્યારે ડોક્ટરો પછી જે સેવા આપી છે તે સફાઈ કામદારોની છે. ત્યારે તેમની માંગણીઓ અનેકવાર રજૂઆતો કરવા છતાં નજર અંદાજ કરી દેતું તંત્ર અને હોદ્દેદારોએ કાંઈક વિચારવું જાેઈએ. ગાંધીનગરને જે એવોર્ડ મળ્યો છે તે સ્વચ્છતાનો તે આ લોકોને આભારી છે.કોરોના વોરિયર્સ આ લોકો છે.
મોંઘવારી અને તેલથી લઈને અનેક ચીજવસ્તુઓના ભાવ જે રીતે વધી રહ્યાં છે તેમાં સામાન્ય માણસ ખાય શું ? સવારથી જ હડતાળ પર ઉતરતા કર્મચારીઓના કારણે ગાંધીનગરમાં ઠેકઠેકાણે કચરાના ઢગલા જાેવા મળ્યા હતા. ગાંધીનગર મનપામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના
પડતર પ્રશ્નો માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. કર્મચારીઓનો વીમો ઉતરાવેલો નથી નોકરીના ૮ વર્ષ થવા છતાં કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી.જેમાં ૧૯ જેટલા મુદ્દાઓ સાથે ગાંધીનગર અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયન દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી. પરંતુ ઘણાં સમયથી પડતર પ્રશ્નોને તંત્ર દ્વારા વાચા ન આપતા આખરે હડતાળનું શસ્ત્ર ગાંધીચિંધ્યા માર્ગે અપનાવ્યું છે.તમામ સફાઈ કામદારોએ પોત
પોતાના વોર્ડમાં કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોનું ખુલ્લે આમ શોષણ કરવામાં આવે છે. તેમજ દલાલો દ્વારા સફાઈ કામદારોના પગારમાંથી કટકી કરવામાં આવે છે. મનફાવે એમ હાજરી પુરવામાં આવે છે. મનફાવે એટલો પગાર
આપવામાં આવે છે. પાંચસો
પંચીસ સાહેબો રાઉન્ડ મારે જાણે સફાઈ કામદાર કોઈ ક્રિમીનલ હોય તેવા વર્તન કરવામાં આવે છે. પગાર સ્લીપ  આપવામાં આવતી નથી. જેવા આક્ષેપો
પણ કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News