પાલનપુર સિવિલના આઠ સફાઈ કામદારોએ ફિનાઇલ ગટગટાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 10:58:05
  • Views : 445
  • Modified Date : 2019-07-20 10:58:05

પાલનપુર સિવિલ
હોસ્પિટલમાં કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કર્મચારીઓને છુટા કરવાનો મુદ્દો ગરમાયો છે. જ્યાં સફાઇ કર્મીઓએ બે દિવસથી હડતાલનું શસ્ર ઉગમ્યું છે તેમ છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. આવી સ્થિતિમાં ન્યાય ન મળતાં શુક્રવારે આઠ સફાઇ કર્મચારીઓએ ફિનાઇલ ગટગટાવી લેતાં ભારે
અફરા- તફરી મચી જવા પામી હતી. જેમને સિવિલ
હોસ્પિટલમાં જ દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ કોલેજ મંજૂર થયા બાદ તેનો વહિવટ બનાસડેરીના ગલબાભાઇ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. જ્યાં પાલનપુર નજીકના મોરીયા ગામે મેડીકલ કોલેજનું અધતન બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે. જોકે, આ બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યાં સુધી પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલનો વહિવટ આ ગલબાભાઇ પટેલ ટ્રસ્ટને
સોંપવામાં આવ્યો છે. જ્યાં સફાઇ સહિતની કામગીરી કોન્ટ્રાકટ પધ્ધતિથી ચાલી રહી છે. જે દરમિયાન સફાઇના કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કર્મચારીઓને આડેધડ છુટા કરવા તેમજ તેમના પગારમાં કાપ મુકવાના આક્ષેપો સાથે સફાઇ કર્મચારીઓ દ્વારા
આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેઓએ બે દિવસથી સફાઇ કામથી અળગા રહી હડતાલનું શસ્ત્ર ઉગમ્યું હતું. તેમજ પોતાને ન્યાય મળે તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ન્યાય મેળવવા માટે શુક્રવારે હડતાલ ઉપર બેઠેલા સફાઇ કર્મચારીઓ પૈકી આઠ સફાઇ કર્મીઓએ ફિનાઇલ ગટગટાવતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. તમામને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સહ કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત સફાઇકર્મીઓના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.  

Download Our B K News Today App



Related News