બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને કેનાલ સફાઈ જાતે કરવી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 11:57:27
  • Views : 606
  • Modified Date : 2019-11-20 11:57:27

નર્મદા કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. જે કોન્ટ્રાકટરો પર પાણી છોડતા પહેલાં કેનાલ સફાઈની જવાબદારી છે તે કોન્ટ્રાકટરો આજદિન સુધી બાંધકામ બાદ કયારે કેનાલ સફાઈ માટે આવ્યા નથી. જેના કારણે જગતના તાતને પોતાના ખેતરમાં નહીં પરંતુ કેનાલ સફાઈની કામગીરી કરવાની ફરજ પડી છે. સફાઈના અભાવે કેનાલમાં ગાબડા ન
પડે અને તેમને સીઝન દરમ્યાન પાણી મળી રહે તે માટે ખેડૂતો સફાઈ કરવા મજબૂર છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલ જીવાદોરી સમાન છે.
પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. કેનાલ
બાંધકામ સમયે જ
કોન્ટ્રાકટરોને કેનાલ સફાઈની અમૂક વર્ષ સુધી ટેન્ડરમાં જોગવાઈ હોય છે. પરંતુ કેનાલના બાંધકામ બાદ ક્યારે કોન્ટ્રાકટર કેનાલ સફાઈ માટે આવતા નથી. જેના કારણે ખેડૂતોને હવે કેનાલ સફાઈ માટે સામૂહિક શ્રમદાન કરવાની ફરજ પડી છે. સરહદી વિસ્તારમાં ખેડૂતો
પોતાના ખેતર સુધી પાણી
પોહોંચે તે માટે જાતે કેનાલ સફાઈ કરી રહ્યા છે.  આ બાબતે ખેડૂત પીરાભાઈએ જણાવ્યું હતું કે કેનાલમાં છેવાડાના ખેડૂત સુધી પાણી
પોહોંચે તે માટે કેનાલ સફાઈ કરીએ છીએ.
ખેતરમાં કામ પડતું મૂકી ખેડૂતો કેનાલ સફાઈમાં જોડાયા છે. ખેડૂતોની સાથે ગામના યુવાનો પણ કેનાલમાં ચાલતા પાણી વચ્ચે સફાઈ કરી રહ્યા છે. પોતાના સ્વજનો જ્યારે પાકને રક્ષણ આપવા કેનાલ સફાઈ કરી રહ્યા છે ત્યારે ગામના યુવાનો પણ સફાઈમાં જોડાયા છે. સરહદી વિસ્તારમાં કેનાલના જે ગાબડા પડે છે તેમાં કેનાલ સફાઈનો અભાવ એક મહત્વની બાબત છે. આ બાબતે સ્થાનિક અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે કેનાલ સફાઈના અભાવે કેનાલમાં ગાબડાં પડે છે.
આ મામલે સ્થાનિક ધારાસભ્યએ પણ નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જે મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકાર સામે બળાપો કાઢતા જણાવ્યું હતું કે જો અધિકારીઓ દ્વારા કેનાલ સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી આપવામાં નહીં આવે તો અમે પણ કેનાલ સફાઈ કરીશુ અને ખેડૂતોના હિત માટે લડત આપીશું.

Download Our B K News Today App



Related News