પાટણ ખાતે સફાઈ કર્મચારીઓની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:48:22
  • Views : 465
  • Modified Date : 2019-11-28 12:48:22

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને પાટણ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સફાઈ કર્મચારી યુનિયન સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી આ બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.બેઠકમાં આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સફાઇ કર્મચારીઓનું હિત અને તેમનું સંવર્ધન કરવું આયોગની પ્રાથમિક ફરજ છે. સફાઈ કર્મચારીઓને સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે તથા રાજ્ય સરકાર પણ સફાઈકર્મીઓના હિત બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. ત્યારે સફાઈ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને તેમનું માન-સન્માન જળવાય તે જરૂરી છે.રાજ્ય સરકારની કામગીરીને બિરદાવતા આયોગના ચેરમેને ઉમેર્યુ હતુ કે, સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓ માટે મૃતક સફાઈકર્મીના વારસદારને નોકરી, અશક્ત સફાઈકર્મીઓને નિવૃત કરી તેના વારસદારને નોકરી સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સફાઈકર્મીઓને અપીલ કરી હતી. સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે સમીક્ષા કરતાં આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ સફાઈ કર્મચારીઓને પુરા ૩૦ દિવસની રોજગારી, સફાઈકામ દરમ્યાન ગ્લવ્ઝ, એપ્રન, બૂટ સહિતના સલામતીના સાધનો પૂરા પાડવા, સફાઈ કર્મચારીને પ્લોટ સહિતની સુવિધા, સફાઈ દરમ્યાન મૃત્યુ પામનાર સફાઈકર્મીના વારસોને મળવાપાત્ર સહાય ત્વરીત ધોરણે મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સફાઈકર્મીઓની આવનારી પેઢી શિક્ષિત બને તે માટે કામ પર આવતી મહિલા સફાઈકર્મીઓને તેમના નાના બાળકોને શાળાએ મોકલવા હેતુ કામના કલાકોમાં છૂટછાટ મળે તે માટે અપીલ કરી હતી. આ ઉપરાંત પાલિકાઓ દ્વારા સફાઇ કર્મચારીના હકો વિશે પ્રચાર-પ્રસાર, લેબર 




Download Our B K News Today App



Related News