અંબાજી ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ અંબાજી ધામમાં સફાઈ અભિયાન શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 12:46:30
  • Views : 444
  • Modified Date : 2019-09-16 12:46:30

ગુજરાતના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી ધામમાં સાત દિવસનો ભાદરવી મહા કુંભ
પૂર્ણ થયેલ છે. ત્યારે આ ધામને સ્વચ્છ બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને એ.બી.વી.પી.ના સહયોગથી અંબાજી ખાતે સફાઈ અભિયાન શરૂ કરાયુ હતુ. જેમાં અંબાજીના સફાઈ કર્મચારીઓ, ઓલ સર્વિસ ગ્લોબલના કર્મચારીઓ અને અંબાજી બહારથી આવેલા એ.બી.વી.પી.ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા.
અંબાજીની જુની કોલેજ ખાતે રવિવારે મળેલી મિટિંગમાં મંદિરના અધિકારીઓ અને કર્મચારીઓની અધ્યક્ષતામાં શરૂ થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરાવી અંબાજી ધામમાં સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. ત્રણ ટીમ દ્વારા રવિવારે અંબાજીના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ થયું હતું. હાથમાં ઝાડુ લઈને વિદ્યાર્થીઓ અંબાજીના વિવિધ વિસ્તારો ખૂંદી વળ્યા હતા. આ ત્રણ ટીમમાં અંબાજી ખાતે જેમાં ઓલ સર્વિસ ગ્લોબલ, ભાલચંદ્ર અને રતન કલ્યાણ ટીમના સફાઈ કામદારો અભિયાનમાં જોડાયા હતા. ત્યાર બાદ તમામ લોકોને જમવા માટે અંબિકા ભોજનાલયમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વહીવટદાર એસ જે ચાવડા, પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, એસ્ટેટ ઓફિસર અરુણદાન ગઢવી, બાંધકામ શાખાના જી.એલ.પટેલ, આર.કે.મેવાડા, ધવલ જોષી, સંયોજક, એ.બી.વી.પી. બનાસકાંઠા અને વિવિધ વિસ્તારોમાંથી આવેલા એ.બી.વી.પી. વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.અંબાજીના વિવિધ વિસ્તારો ખૂંદી વળ્યા હતા. આ ત્રણ ટીમમાં અંબાજી ખાતે જેમાં ઓલ સર્વિસ ગ્લોબલ, ભાલચંદ્ર અને રતન કલ્યાણ ટીમના સફાઈ કામદારો અભિયાનમાં જોડાયા હતા. ત્યાર બાદ તમામ લોકોને જમવા માટે અંબિકા ભોજનાલયમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વહીવટદાર એસ જે ચાવડા, પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, એસ્ટેટ ઓફિસર અરુણદાન ગઢવી, બાંધકામ શાખાના જી.એલ.પટેલ, આર.કે.મેવાડા, ધવલ જોષી, સંયોજક, એ.બી.વી.પી. બનાસકાંઠા અને વિવિધ વિસ્તારોમાંથી આવેલા એ.બી.વી.પી. વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News