વૈશ્વિક એકતાના દર્શન કરાવતા શિખર સંમેલનનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 12:05:51
  • Views : 396
  • Modified Date : 2019-09-28 12:05:51

 બ્રહ્માકુમારીઝ આયોજીત વૈશ્વિક શિખર સંમેલન  એશિયાના સૌથી મોટા  એવા આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતેના ડાયમંડ હોલમાં પ્રારંભ થયું. જેમાં ૧૪૦ દેશોના વિવિધ ક્ષેત્રના વડાઓ ૧ર૦૦૦ની
સંખ્યામાં ભાગ લઈ રહેલ છે.
વિશાળ સત્કાર સમારંભને કેન્દ્રીય અર્જુનરામ મેઘવાલ ૧૦૪ વર્ષિય બ્રહ્માકુમારીઝ
સંસ્થાના વડા ર્ડા. દાદી જાનકીજી સહિત નેપાળના સુપ્રિમ કોર્ટના જજ ભંડારી પદ્મ ર્ડા.જી.ભક્ત વાત્સલમ યુએસએના બિશય માર્ટન સહિત અનેક નામાંકિત  હસ્તીઓએ શુભેચ્છા પાઠવી. વૈશ્વિક શાંતિ, એકતા, સમૃદ્ધિ માટે બ્રહ્માકુમારીઝ દ્વારા થતા કાર્યની પ્રસંશા કરેલ. સમારંભમાં કર્નાટક, પંજાબના કલાકારોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ લોકસભાના અધ્ય ઓમ બિરલા પણ ઉપસ્થિત રહેશે
આજે સવારે ૧૦ કલાકે ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ શિખર સંમેલનનું વિધિવત ઉદ્‌ઘાટન કરશે. સમારંભમાં રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, માનવ સંસાધન કેન્દ્રીયમંત્રી રમેશ પોખરીયાલ - દાદી જાનકીજી સેક્રેટરી જનરલ બુ.કુ નિર્વેરજી સંમેલનના આયોજક બુ.કુ.મૃત્યુજ્ય સહિત અનેક મહાનુભાવો ભાગ લેશે.
હોલમાં આયોજીત ભવ્ય અધ્યાત્મ સેવાની ઝાંખી રજૂ કરતું વૈશ્વિક પ્રદર્શનને જેમાં પ્રકૃતિથી લઈ પર્યાવરણ સુધીની વિધિવત જાણકારી જે કેન્દ્રીય કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા  ખુલ્લી મુકવામાં આવશે. દેશભરમાંથી આવેલ ૩૦૦ કલાકારોએ લાઈવ દોરેલ સુંદર ચિત્રોની આર્ટ ગેલેરીનો પણ પ્રારંભ થયેલ.  સમારંભમાં ૧ર કેન્દ્રીય મંત્રી, ૧પ રાજ્યમંત્રીઓ સહિત વૈજ્ઞાનિકો, અભિનેતાઓ, રશિયાની પ્રસિદ્ધ અભિનેત્રી લારીસા લુસ્તા, ગાયક આલબર્ટ તથા દક્ષિણ આફ્રિકા, જાપાન, ચાઈના, રશિયાના કલાકારો ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

Download Our B K News Today App



Related News