રોગપ્રતિકારક શક્તિ + ડોકટરની સેવા + તમારી સાવચેતી = કોરોનાની હાર કોરોનાની લડાઈ સામેનું સાદુ ગણિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 11:34:15
  • Views : 432
  • Modified Date : 2021-04-25 11:34:15

કોરોનાવાયરસની બીજી લહેર દિવસેને દિવસે આતંક મચાવી રહી છે. આ લહેરે કેટલાય લોકોને તેની ચપેટમાં લીધા છે અને આ સંક્રમણના લીધે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવા કપરા સમયમાં પણ ભગવાન બનીને માનવતાનો ધર્મ નીભાવતા ડોક્ટરો ખડે પગે તમામ દર્દીઓની સેવા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. હાલમાં ડોક્ટરો દિવસ કે રાત જાેતા નથી. ઘણા એવા ડોક્ટરો છે જેમણે સતત કેટલાય દિવસોથી આંખનો
પલકારો પણ ઝુકાવ્યો  નથી અને દિવસ રાત દર્દીઓની સેવામાં લાગેલા છે. ડીસામાં
પણ જેટલી પણ કોવિડ
હોસ્પિટલ ચાલે છે તેમાં ફરજ
પરના ડોક્ટર તેમનો સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ સતત ૨૪ કલાક લોકોને સેવા આપી રહ્યા છે અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા છે. હાલમાં ડીસા ખાતે કોરોના દર્દીઓને સેવા આપી રહેલા ડૉ ચિંતનભાઈ આચાર્ય. ડૉ. રિદ્ધિ આચાર્ય. ડૉ. ચેતન
 પંચાલ, ડૉ. લાલજી પટેલ, ડૉ. સહદેવ ચૌધરી, ડૉ. મિતુલ
પટેલ, ડૉ. ભરત કચ્છવા,
ડૉ. આલોક સિંગલ અને
ડૉ. રમેશ ચૌધરી કોરોના સંક્રમણ દર્દીઓની સારવાર કરીને માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. જેને તમામ લોકો હાલ સન્માન સાથે બીરદાવી રહ્યા છે.
હાલમાં ડોક્ટરની સાથે સાથે તેમનો સ્ટાફ  પણ ખડે પગે સેવા આપી રહ્યો છે. પોતાના જાતની ચિંતા કર્યા વગર કોરનાના દર્દીઓને દિવસ રાત સેવા
આપીને તેમનો જીવ બચાવી રહ્યા છે. તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં
ઓકસિજનનું સપ્લાયઈંગ કરતા ડીસાના રાજુભાઇ શાહ તેમજ દિનેશભાઇ ભીખાભાઇ પટેલ ચંડીસર (ગુરુ ઇન્ડસ્ટ્રીઝ) એ
પણ ખૂબ મોટી સેવા આપી છે. જેના કારણે હજારો લોકોના જીવ પણ બચ્યા છે.

Download Our B K News Today App



Related News