અમીરગઢના ગંગાસાગર પાટીયા પાસે લકઝરી બસ પલટાતા, સદનસીબે કોઈ જાનહાની નહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:15:17
  • Views : 350
  • Modified Date : 2020-11-30 11:15:17

અમીરગઢના ગંગાસાગર  પાટીયા પાસે લકઝરી બસ  પલટાતા અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ પલટાઈ ગઈ હતી. અમીરગઢ તાલુકાના ગંગાસાગર પાટીયા પાસે ગત મોડી રાત્રે ગુજરાત થી રાજસ્થાન તરફ જતી લકઝરી બસ પલટાઈ ગઇના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઊમટયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતથી રાજસ્થાન તરફ જતી એક લકઝરી બસને ગંગાસાગર પાટીયા પાસે અચાનક રસ્તા ઉપર ગાય આવી જતા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ પલટાઈ હતી. અને  લકઝરી બસ પેસેન્જરથી ભરેલી હોવાથી પેસેન્જરની ચીચીયારીઓ સંભાળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘાયલોને બહાર કાઢ્યા હતા લકઝરી બસ
પલટાતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને  સદનસીબે કોઈ જાનહાની નહી થતા રાહત મળી હતી. આ બનાવની જાણ થતા એલ.એન.ટી ના કંન્ટ્રોલ ઇનચાર્જ યોગેશ મજેઠીયા
પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને ૧૦૮ ની મદદથી પાલનપુર દવાખાને ખસેડયા હતા. જયારે અમીરગઢ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News