દુષ્કર્મકાંડ ઈડરમાં લંપટ સાધુઓની છેવટે ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 11:32:33
  • Views : 589
  • Modified Date : 2020-06-28 11:32:33

સમાજના સમુદાયને સંયમનો માર્ગ શિખવતા ઈડરના જૈન સાધુઓએ અનુયાયી મહિલા ઉપર જ મંદિર
પરિસરમાં કામલીલા આચરતા જૈન સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. મંદિરને અપવિત્ર કરનાર બન્ને સાધુઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે ઈડરમાં જૈન સમાજ રોડ ઉપર ઉતર્યો હતો. જેથી પોલીસ ઉપર દબાણ વધતા શનિવારે બપોર
પછી પોલીસે બન્ને સાધુઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ઈડર જૈન સમાજના ટોળા ઈડર પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને બંન્ને સાધુઓને સંસારી વસ્ત્રો  ધારણ કરાવવા માંગ કરી હતી. આ સમયે લોકોમાં ભારે આક્રોશ જણાઈ આવતો હતો.
ઈડરના પાવાપુરી જલમંદિરને અપવિત્ર કરનારા કલ્યાણ સાગર અને રાજતિલક સાગર સામે કથિત વ્યભિચારને લઈને છેલ્લા ચાર દિવસથી ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. ફરિયાદ નોંધાયા છતાં પોલીસ દ્વારા સાધુઓની ધરપકડ ના કરાતા શુક્રવારે મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમાજના અગ્રણીઓએ ઈડર પ્રાંત અધિકરીને આવેદનપત્ર આપ્યું હતું. જેથી સમગ્ર પંથકમાં સાધુઓ વિરૂદ્ધ ફાટી નીકળેલા આક્રોશના કારણે શનિવારે ઈડર પોલીસે બન્ને સાધુઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બન્ને મહારાજની અટકાયત થઈ શકે તેટલા પર્યાપ્ત પુરાવા હાલમાં નથી. જે મહિલાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તેણે ફેરવી તોળતા પોલીસે પુરાવા એકત્ર કરવા નવેસરથી તપાસ શરૂ કરી છે. હવે તબીબ દ્વારા ફરિયાદના સમર્થનમાં કેવા પુરાવા રજૂ થાય છે તેની પર સૌ કોઈની મીટ મંડાઈ છે.
કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના વ્યભિચારના વીડિયોએ જૈન સમુદાયને શર્મસાર કર્યો છે. ૬ મહિના સુધી ફરિયાદ ન નોંધાય અને સમુદાયને નીચાજાણું ન થાય તે માટે અનેક મહારાજ અને મોટા માથા મેદાને પડયા હતા. સાધુઓના શ્વેત વસ્ત્રધારીઓની કૂકર્મલીલા ખુલ્લી પડી ગયા બાદ
પણ જૈન સમુદાયમાં ખચકાટ અનુભવાઈ રહ્યો છે. જેની સાથે વ્યભિચાર થયો છે તે મહિલા અને તેના પતિને સમજાવવા થઈ રહેલી વાતચીતમાં પણ એક મહારાજ ખોટા માણસોને બચાવી રહ્યાની કબૂલાત કરે છે.

વ્યભિચારી સાધુઓને સંસારમાં પાછા મોકલી દો
આગંળીના વેઢે ગણી શકાય એવા અમુક લોકો છે જે પરમ
કૃપાળુ પરમાત્માના સાધુવેશમાં ધર્મના નામ ઉપર ધંધો, વ્યભિચાર કરે છે. છેવટે તેમની ધરપકડ થઈ છે. પરતું  આ વ્યભિચાર આચરનારાને સંસારમાં પાછા મોકલી દેવાનો સમય આવી ગયો છે.                                 - હાર્દિક હુંડીયા

Download Our B K News Today App



Related News