ડીસાના શેરપુરા ગૌશાળાના સાધુ લખીરામ મહારાજનું આજે સ્વર્ગવાસ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:34:01
  • Views : 317
  • Modified Date : 2022-05-23 11:34:01

 

108 વર્ષ ની ઉંમરે શેરપુરા ગૌશાળાના સાધુ દેહાંત...

 

ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમય થી સાધુ લખીરામ નારણદાસ મહારાજ ગૌશાળા ની ગાયો માટે સેવા આપતા હતા.આજે 108 વર્ષ ની ઉંમરે સ્વર્ગવાસ થયા હતા.તેમની અંતિમ યાત્રા ને પાલખી માં લઇ જતા ગૌશાળામાં રહેલી ગાયો પણ સાધુ લખીરામ નારણદાસ મહારાજ ને જોવા માટે  હિંડોળે ચડી હતી...

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ખાતે  આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી ગૌશાળામાં રહેલી ગાયોની સાર સંભાળ રાખનાર સાધુ લખીરામ નારણદાસ મહારાજ પોતે અંધ હોવા છતાં શેરપુરા ગૌશાલ ખાતે ગાયોની સેવા કરતા હતા.સૌપ્રથમ સાધુ લખીરામ નારણદાસ મહારાજ દુધરેજ, જાત, કોટડા, યાવરપુરા,ગૂગલ તે બાદ શેરપુરા ખાતે  આવેલ ગૌશાળામાં બે હજાર ગાયોનું પાલનપોષણ કરી સેવા કરતા હતા.આજે 108 વર્ષ ની ઉંમરે તેવો સ્વર્ગવાસ થયા છે.આજે સાધુ લખીરામ નારણદાસ મહારાજ સ્વર્ગ વાસ થતા તમામ ગૌશાળા ના સંતો શેરપુરા ગૌશાલ ખાતે દોડી આવ્યા હતા.સ્વર્ગવાસ થયેલ સાધુ લખીરામ નારણદાસ મહારાજ અંતિમયાત્રા પાલખીમાં કરવામાં આવી હતી સ્વર્ગવાસ લકી રામદાસ મહારાજ ની જ્યારે પાલખીમાં અંતિમ યાત્રા નિકળી ત્યારે ગૌશાળામાં રહેલી તમામ ગાયો પોતાના સેવક ને જોવા માટે હિંડોળે ચડી હતી...

Download Our B K News Today App



Related News