મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:50:02
  • Views : 700
  • Modified Date : 2019-04-15 06:50:02

ડીસા તાલુકાના મુડેઠા ગામે ગતરોજ શ્રી સધી મેલડી માતાની રમેલ યોજવામાં આવી હતી. ચૈત્ર જેવા માસ અને આ માસ એટલે દેવીઓનો પવિત્ર માસ કહેવાતો હોય છે. આ માસમાં લોકો ઠેરઠેર ધાર્મિક મંદિરોમાં ડાકલા પડકારા અને માતાજીના ગુણલા ગાઈને રમેલ કરતા હોય છે. એવાજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ હતી. જયારે સમસ્ત માઈ ભકતોને અંતરના ઉમળકાથી મુડેઠા ગમની પાવન ધરતી પર શ્રી નાગણેશ્વરી માતાની અસીમ કૃપાથી ચૈત્ર સુદ આઠમને શનિવારના રોજ દૂર દૂરથી પધારેલ ભુવાજીઓએ મોડે સુધી માતાજીના ગુણલા ગાયા હતા. ત્યાર પછી ચૈત્ર સુદ નુમને રવિવારના રોજ સવારે ઉગતા સૂર્ય નારાયણની હાજરીમાં તેલ ફુલ ચડાવવામાં આવ્યા હતા. ત્યાર પછી મેલડી માતાજીના ભુવાજી રાઠોડ કનુસિંહ ખેમસિંહ દ્વારા તમામ ભુવાજી તથા મહેમાનોને હુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.


Download Our B K News Today App



Related News