ખીમાણામાં વસૈયા પરિવાર દ્વારા શ્રી સધી જેતબાઈ માતાજીની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:45:14
  • Views : 493
  • Modified Date : 2019-04-17 05:45:14

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સમસ્ત વસૈયા પરિવારની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી શ્રી સધી, જેતબાઈ માતાજીની રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . માતાજીના આ પાવન પ્રસંગે  તારીખ ૧પ મી એપ્રિલને સોમવારના રાત્રી જાગરણ સાથે ડાક, ડેકલા, ઢોલ અને ડી.જેનાં તાલે માતાજીની ધૂણ રાખવામાં આવી હતી.  માતાજીના ભૂવાજી લવજીભાઈ એમ. વસૈયા તથા અશોકભાઈ આર. વસૈયા દ્વારા માતાજીની ધૂણ સાથે પધારેલ સર્વેને શુભાશિષ  પાઠવવામાં આવ્યા હતા.  ખમ્માને...મજાના આશીર્વચન પાઠવ્યા હતાં આ પ્રસંગે સગા સ્નેહિ, સંબંધી તેમજ ભૂવા, પાવળિયા, ડેડલિયા સહિત ઘણીજ વિશાળ બહોળી સંખ્યામાં ગામમાંથી માઈભક્તો પધાર્યા હતાં અને આખી રાત ધૂણ અને રેગડીની રમઝટ જમાવી હતી. ત્યારબાદ ૧૬ મી એપ્રિલને મંગળવારની વહેલી સવારે ઉગતા સૂર્યની સાક્ષીએ વિધિવત માતાજીની તેલફુલ વિધિ કરવામાં આવી હતી. ભારે આનંદ - ઉલ્લાસપૂર્વક રંગેચંગે માતાજીની રમેલ યોજાઈ હતી. આ પ્રસંગે ભોજનપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News