ધાનેરા તાલુકા પંચાયતમાં ગરમાગરમી વચ્ચે યોજાઇ સાધારણ સભા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 10:58:44
  • Views : 536
  • Modified Date : 2019-11-26 10:58:44

 ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભા સોમવારે ૧૧ કલાકે કચેરીના મીટિંગ હોલ ખાતે બોલાવવામાં આવી હતી અને જેમાં ધારાસભ્ય સહિત જિલ્લા સદસ્યો અને તાલુકાના સદસ્યો ઉપસ્થિત રહેલ. જેમાં
પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખે ૧૯
પંચાયતોને પોતાના મનસ્વી
પણાથી ૭૭ લાખની ગ્રાન્ટ બારોબાર ફાળવી દેવાનો મુદ્દો ઉગ્ર બન્યો હતો અને તે ગ્રાન્ટ
પરત લાવવા માટે પણ ઠરાવ
પસાર કરવામાં આવ્યો હતો. અગાઉ ૪૪ લાખની ગ્રાન્ટ પણ બારોબાર કરતાં બી.કે.ન્યૂઝ
દૈનિકના અહેવાલના આધારે રીકવર કરવામાં આવી હતી.
ધાનેરા તાલુકા પંચાયતમાં છાસવરે અનેક કૌભાંડ બહાર આવે છે.  થોડા વર્ષ પહેલાં શૌચાલયના કૌભાંડ થવા પામ્યુ હતુ અને ત્યારપછી પુર વખતે
પણ મોટા પ્રમાણમાં કૌભાંડ બાબતે ધાનેરા ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યુ હતુ. અને ગત વર્ષે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચોની મિલીભગત થી ૧૦ પંચાયતોને બારોબાર ૪૪ લાખ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા અને તે બાબતે બી.કે.ન્યૂઝ
દૈનિકના અહેવાલો આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આ ૪૪ લાખ પરત લેવાનો હુકમ કરતાં પરત લેવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી આવો ૭૭ લાખની ગ્રાન્ટનો મામલો બહાર આવવા પામ્યો છે. ૧૯ પંચાયતોના સરપંચો અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા બારોવાર ફાળવી દેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવતા આ સાધારણ સભામાં આ ૭૭ લાખની ગ્રાન્ટનો મુદ્દો તેજ બન્યો હતો. આ ગ્રાન્ટ પરત લેવા અથવા તાલુકાની તમામ પંચાયતોને આ ગ્રાન્ટ સરખા પ્રમાણમાં વસ્તીના આધારે આપવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેથી આ બાબતે ધારાસભ્ય નથાભાઇ પટેલે પણ આવા ખોટી રીતે ગ્રાન્ટો બારોબાર કરવા બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તમામને સરખા ભાગે ગ્રાન્ટ આપવા જણાવ્યું હતું.
તમામને ગ્રાન્ટનો ન્યાય મળવો જોઇએ. રિન્કુજી ઠાકોર (જિલ્લા સદસ્ય) ધાનેરા તાલુકામાં ૬૧ ગ્રામ પંચાયતો આવેલ છે અને તેમાંથી માત્ર ૧૯ ગ્રામ પંચાયતોને જ આ ગ્રાન્ટ આપવામાં આવેલ છે. જ્યારે ૪૨ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપવામાં આવેલ નથી જે ગ્રામ પંચાયતમાં ૨૦૦૦ ની વસ્તી છે તેમને ગ્રાન્ટ અપાઇ છે. ત્યારે ૧૫૦૦૦ ની વસ્તી ધરાવતા ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપવામાં આવેલ નથી. આ લોકોએ પોતાના મળતિયા લોકોને ગ્રાન્ટો આપી છે અને તે ખરેખર ખોટુ છે. માટે આ ૭૭ લાખની ગ્રાન્ટ પાછી લાવીને તમામ પંચાયતોમાં વસ્તીના અધારે ગ્રાન્ટ આપવામાં આવે તે બાબતે મારી રજૂઆત છે.
તાલુકા પંચાયતની સાધારણ સભામાં અધિકારીઓ દ્વારા સદસ્યોને પુરતી માહિતી આપેલ ન હોવાથી તેમજ સભામાં ચલાવવામાં આવનાર એજન્ડાના મુદ્દાઓના કાગળો ન આપેલ હોવાથી તેમને ખખડાવ્યા હતા અને આગામી સભા હોય ત્યારે આગામી એજન્ડાની બજવણી સમયે તમામ કાગળો આપવા માટે તાકિદ કરી હતી.
આ ગ્રાન્ટ બાબતે મને પુરી જાણકારી નથી-  ઇ. ચા તાલુકા વિકાસ અધિકારી ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રજા ઉપર હોવાથી ચાર્જ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવે છે અને આ ૭૭ લાખની ગ્રાન્ટ બાબતે તેઓએ જણાવેલ કે મને આ ગ્રાન્ટ બાબતની કોઇ માહિતી નથી અને આ ગ્રાન્ટ બાબતે હુ તમામ રેકર્ડ ચકાસણી કરીને જ જવાબ આપીશ.

Download Our B K News Today App



Related News