નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમવાર સાધારણ સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:06:48
  • Views : 394
  • Modified Date : 2021-03-31 12:06:48

ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની નવી બોડીએ વર્ષ ૨૦૨૧-૨૨નું નવું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નવા અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ
પાલિકાનું અંદાજપત્ર મંજૂર થઈ ગયું છે.
 હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ડીસા નગર
પાલિકામાં મંગળવારે આગામી વર્ષના અંદાજપત્ર માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની શરૂઆત ગત વર્ષની ૧૭ કરોડ ૧૮ લાખ ૨૦ હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટે ૨૦૭ કરોડ ૮૫ લાખ ૧૨ હજારના ખર્ચની જાેગવાઈ કરવામાં આવી હતી.  જ્યારે ૧૯૪ કરોડ ૫૯ લાખની આવક દર્શાવવામાં આવી હતી. સભાની કાર્યવાહી શરૂ થઈ તેની સાથે અપક્ષ અને
વિપક્ષ દ્વારા સ્થાનિક ધારાસભ્યની અંદાજપત્રની બેઠકમાં હાજરીને લઈ હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો.  ભાજપના પૂર્વ સદસ્ય અને વર્તમાન સમયમાં અપક્ષ ઉમેદવાર એવા રમેશભાઈ માજીરાણાએ અંદાજ પત્ર માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ધારાસભ્યની હાજરીને લઈ નારાજગી દર્શાવી હતી અને ધારાસભ્યને સભાખંડ છોડવા માટે માંગ કરી હતી.  સાથે સાથે રમેશભાઈ માજીરાણાએ  યોજાયેલી બેઠકમાં ગત ટર્મ દરમ્યાન વિવાદમાં રહેલા નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ગાર્ડનની અવદશા થવા પાછળ વર્તમાન ધારાસભ્ય હોવાના આક્ષેપ કર્યા હતા.

Download Our B K News Today App



Related News