પાલનપુર પાલિકામાં કોંગ્રેસના બહિષ્કાર વચ્ચે પાલિકાની સાધારણ સભા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:53:13
  • Views : 525
  • Modified Date : 2020-05-03 11:53:13

પાલનપુર પાલિકા દ્વારા લોકડાઉન  હોવા છતાં પણ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 
વિપક્ષે કાનુની કાર્યવાહીની ચિમકી આપી હોવા છતાં લોકડાઉનમાં પાલનપુર નગર
પાલિકાની શુક્રવારે સાધારણ સભા પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં ભાજપના ચુંટાયેલા તમામ સભ્યો સહિત ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. જોકે વિપક્ષના માત્ર એક સભ્ય હાજર રહ્યા હતા.
પાલનપુર પાલિકાની સાધારણ સભા યોજવા માટે સપ્તાહ પૂર્વે જ જાહેરાત કરાઇ હતી. જેને લઇ વિપક્ષ દ્વારા કાનુની કાર્યવાહી કરવાની કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ હતી અને લોકડાઉન હોવા છતાં સાધારણ સભા યોજાતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. પાલનપુર પાલિકાની સાધારણ સભા શુક્રવારના રોજ પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં પાલિકાના પ્રવેશદ્વારમાં જ સભ્યોને માસ્ક, સેનીટાઇઝર આપી આરોગ્યની ટીમ  દ્વારા બોડી ટેમ્પરેચર ગન દ્વારા ચેકીંગ કરી પ્રવેશ અપાયો હતો. પાલિકાના સભાખંડમાં યોજાયેલી સાધારણ સભા ૯ મિનીટ ચાલી  હતી. જેમાં
એજન્ડાની કાર્યવાહી ગણતરીની મિનીટોમાં જ પુરી કરી દેવાઇ હતી. સભાની શરૂઆત વંદે માતરમથી કરી સભાની કાર્યવાહીની શરૂઆત કરતા
પાલિકાના સભ્ય અમૃતભાઈ જોશીએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરતા ૨ મિનીટનું મૌન
પાળ્યું હતું. પાલિકાની સભામાં કોંગ્રેસના એક સભ્યને બાદ કરતા તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેને લઇ તમામ કામોને મંજૂરી અપાઇ હતી. જોકે પાલિકાના સભ્ય અમૃતલાલ જોષી દ્વારા પાલિકા દ્વારા કોરોનાને લઇ થઇ રહેલી કામગીરી પર ચર્ચાની માંગ કરી હતી. તેમજ અન્ય એજન્ડાઓ
પર ચર્ચાની માંગ કરાઇ હતી. જોકે ચર્ચા કર્યા વગર જ
એજન્ડાઓને બહાલી આપી દેવાતા તેઓ રોષે ભરાયા હતા.  બેઠકનો બહિષ્કાર કરનારા
પાલિકાના વિપક્ષના નેતા આશાબેન રાવલે જણાવ્યું હતું કે ‘બનાસકાંઠામાં કોરોનાને લઇ કલમ ૧૪૪ નું જાહેરનામુ લાગુ હોવાથી કોંગ્રેસના સભ્યોએ સભામાં આવવાનું ટાળ્યું હતું. આમ છતાં પાલિકા દ્વારા સાધારણ સભા બોલાવાતા
પાલિકાની સભા બોલાવનાર તેમજ સભામાં હાજર રહેલા તમામ વિરુદ્ધ કલેક્ટરે પગલા ભરવા જોઈએ.

Download Our B K News Today App



Related News