સદ્દગુરુ શ્રી મગન માહારાજ અને ખેમીબાની પુણ્ય તિથિ નિમિત્તે ભંડારો અને ભજન સંધ્યા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 09:48:15
  • Views : 505
  • Modified Date : 2019-04-06 09:48:15

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગત જનની જગદંબાનું પ્રાચીન તીર્થ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું માં અંબાનું ધામ અરાવલી પહાડોમાં આવેલું છે. આ ધામ માં પોલીસ સ્ટેશન સામે "સદ્દગુરુ શ્રી મગન માહારાજ  અને ખેમીબાનો નાનકડો આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં આઝાદી  પહેલા સદ્દગુરુ શ્રી મગન માહારાજ  અને ખેમીબાએ ભજન કિર્તન અને ભક્તિ  કરવા માટે એક સારો સંકલ્પ શરૂ કર્યો  હતો અને જોત જોતામાં મારવાડ,મેવાડ  અને ગુજરાતના ભક્તો અહીં ભજન કિર્તન કરવા આવવા લાગ્યા.
આજથી ૩૯ વર્ષ અગાઉ સદગુરુ સંત મગન મહારાજ દેવલોક પામતા તેમની સમાધી કોટેશ્વર સરસ્વતી નદીના કિનારે  આપવામાં આવી હતી. ત્યારબાદ ખેમીબાએ પોતાના આશ્રમમાં ભજન કિર્તન શરૂ રાખ્યા હતા અને આજથી ૭ વર્ષ અગાઉ ખેમીબા દેવલોક પામતા તેમની સમાધી તેમના આશ્રમમાં જ બનાવવામાં આવી. આજે આ આશ્રમમાં ભક્તો રોજ ભજન કિર્તન કરે છે ગુરુવારે તેમના મેવાડ,મારવાડ અને  ગુજરાતમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ અને તેમની
પુણ્યતિથિમાં ભજન કિર્તન કરી પોતાના ગુરૂદેવને યાદ કર્યા હતા. ત્યારબાદ માનસરોવર સામે આવેલી ધર્મશાળામા ભજન કિર્તન અને ૫૦૦ લોકોનો વિશાલ ભંડારો યોજાયો હતો.  આજે પણ અહીં દર ગુરુવારે ભજન કિર્તન થાય છે.
ખેમીબાનું સુત્ર આજે પણ પોતાના આશ્રમ બહાર લાગેલું  છે
મગન મહારાજનું અવસાન થતા તેમને સૂત્ર લખાવ્યું હતુ કે  મરું પણ માંગુ નહીં અપને કુલ કે કાજ મોહે માંગતની આવે લાજ, મગન મહારાજના અવસાન બાદ ખેમીબાએ સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યુ હતું. આ આશ્રમના દર્શન કરવાથી લોકોની મનોકામના પુરી થાય છે. લોકોને બાળકો ના થતા હોય તો અહીં દર્શન કરવાથી મનોકામના પુરી થાય છે.

Download Our B K News Today App



Related News